સુરતમાં દારૂના નશામાં પાલિકાના અધિકારી નિલાંગ ગાયવાલાએ અકસ્માત કર્યો હતો. ફુલ સ્પીડમાં કાર ચલાવીને પહેલા તેને એક કારને ટક્કર મારી હતી. ત્યારબાદ કારના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર તોડીને કાર રોંગ સાઈડમાં ઘૂસાડી દીધી હતી. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. સમગ્ર મામલે પરિવારજનોને કોઇંક રીતે જાણ થતા તેઓ પોલીસ આવે તે પહેલા તેને ભગાવી ગયા હતા. જોકે, બાદમાં પોલીસે પાલિકાના અધિકારીને ઝડપી પાડ્યો હતો. અકસ્માત કરનાર પાલિકાનો અધિકારી અઠવા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. લોકોનું ટોળું વિફરે તે પહેલાં પરિવારજનો પહોંચી ગયાં
અડાજણ વિસ્તારમાંથી પસાર થતા સમયે આ અધિકારીએ દારૂના ચિક્કાર નશામાં અકસ્માત સર્જી દીધો હતો. અકસ્માત એટલો વિચિત્ર હતો કે, રસ્તાના સાઈડ પર ઊભેલી કારને પાછળથી ઠોકીને કાર ડિવાઈડર તોડી રોંગ સાઈડ પર આવી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી. ઘટનાને લઇ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતુ અને SMC અધિકારીને પકડી પાડ્યો હતો. પરિવારજનો લઈ ગયાં, પણ પોલીસે પકડી પાડ્યો
અકસ્માતની જાણ કોઇંક રીતે પરિવારજનોને થતા તેઓ લોકોના ટોળા વચ્ચેથી નશાખોર અધિકારીને ભગાવી ગયા હતા. કારમાંથી પરિવારજનોએ SMC લખેલું બોર્ડ પણ દૂર કરી નાખ્યું હતું. બનાવની જાણ થતા અડાજણ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે, પોલીસ આવે તે પહેલાં પરિવારજનો અકસ્માત સર્જનાર SMC અધિકારીને ભગાવી ગયા હતા. ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. હાલ તો અડાજણ પોલીસે આરોપી પાલિકાના અધિકારી નિલાંગ ગાયવાલાને ઝડપી પડ્યો છે.