back to top
HomeગુજરાતSP રીંગ રોડ પર ઇસ્કોન પ્લેટિનિયમમાં આગ:8મા માળે લાગેલી આગ 22મા માળ...

SP રીંગ રોડ પર ઇસ્કોન પ્લેટિનિયમમાં આગ:8મા માળે લાગેલી આગ 22મા માળ સુધી પ્રસરી, મોડી રાત્રે આગ પર કાબૂ

બોપલ વિસ્તારમાં આવેલા ઇસ્કોન પ્લેટિનમ અપાર્ટમેન્ટમાં શુક્રવારે મોડી રાત્રે ઈલેક્ટ્રોનિક ડકમા આગ લાગી હતી. બિલ્ડિંગના 8મા માળેથી શરૂ થયેલી આગ 22મા માળ સુધી ફેલાતાં નાસભાગ મચી હતી. બિલ્ડિંગમાં એમ વિંગમાં આગ લાગતા ફાયર બ્રિગેડની 12થી વધુ ગાડીઓ અને ત્રણ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં આગમાં ફસાયેલા લોકોને ફાયર વિભાગ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટનાસ્થળે ફાયરની 13થી વધુ ગાડી તથા 15 જેટલી એમ્બ્યુલન્સ પહોંચી હતી. રાત્રે દોઢ વાગ્યા સુધીમાં આગ પર કાબુ મેળવાયો હતો. પ્રારંભિક અહેવાલ અનુસાર ઈલેક્ટ્રિક ડકમા શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગમાં ફસાયેલા લોકોનો બચાવ
રહેણાક બિલ્ડિંગ હોવાથી 200થી વધુ ફસાયા હતા. જેના પગલે ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર તેમજ ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 50થી વધુ ફાયર જવાનોનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બિલ્ડિંગમાં ફસાયાલે લોકોને સહી સલામત રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે. શોટ સર્કિટથી આગ લાગી
ફાયર વિભાગની ભારે જહેમત બાદ બોપલના ઇસ્કોન પ્લેટિનિયમ ફ્લેટમાં લાગેલી આગ કાબુમાં આવી છે. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ આઠમા માળે ઈલેક્ટ્રીક ડકમાં આગ લાગી હતી. જેમ આગ ધીમે ધીમે પ્રસરીને 21મા માળ સુધી પહોંચી હતી. ઈલેક્ટ્રીક ડક ફ્લેટમાં 8માળ પર આવેલા 1 અને 4 નંબરના મકાનની બાજુના ભાગે આગ પકડી લીધી હતી. આઠમાં માળથી 21માં માળ સુધી આગ લાગવાની ઘટના બની હતી. 17મા માળે આવેલા એક મકાનમાં આગ પ્રસરી ગઈ હતી જેના કારણે આખું ઘર બળીને ખાક થઈ ગયું છે. બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેઓને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી રહી છે
હાલ ઘટના સ્થળે 108ની એમ્બ્યુલન્સ હાજર છે. લોકોનો બચાવ કરવામાં આવ્યો છે જ્યારે એક મહિલા ગંભીર રીતે દાઝ્યા હોવાનું જાણ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં 10 થી વધુ લોકોને નજીકની સરસ્વતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે બીજા લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. હજી પણ રેસ્ક્યુની સ્થિતિ ચાલુ છે અને અલગ અલગ બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડરને 108ની ટીમ સતત કાર્યરત છે. લોકોને આગના ધુમાડાના કારણે ગુંગળામણ થઈ
પ્રત્યેક દર્શીઓના જણાવ્યા પ્રમાણે તેઓ સુતા હતા અને ત્યાં અચાનક જ ધુમાડો થવા માંડ્યો. લોકો નીચેના તરફ આવવા માટે પ્રયાસ કરતા હતા. પરંતુ ઘણા લોકો ધુમાડાના કારણે ગુંગડામણમાં ફસાયા હતા અને તેમને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ આવી ત્યાં સુધી સ્થાનિક લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી જેમાંથી ઘણા લોકોને ધુમાડાની અસર થઈ હતી. 19 ઈજાગ્રસ્ત લોકોને સરસ્વતી હોસ્પિટલમાં ​​​​​​​ખસેડવામાં આવ્યા
108 એમ્બ્યુલન્સના સ્ટાફ પાસે મળતી માહિતી પ્રમાણે પહેલા તેઓ અસરગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની સરસ્વતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં 10 થી 15 લોકોને લઈ ગયા બાદ ત્યાંથી તેમને જગ્યા ન હોવાથી સોલા સિવિલ લઈ જવા માટે જણાવ્યું હતું અને દસથી પંદર લોકોને સરસ્વતી હોસ્પિટલમાં અને બીજા લોકોને ત્યાર બાદ સોલા સિવિલમાં લઈ જવામાં આવ્યા છે. સોસાયટીમાં રહેતા રહીશોના જણાવ્યા પ્રમાણે પહેલા તેમને એવું લાગ્યું હતું કે સામાન્ય દીવાના કારણે આગ લાગી છે. ​​​​​​​ 5 લોકોને ICUમાં સારવાર આપવામાં આવી રહી
​​​​​​​​​​​​​​આ આગનું સ્વરૂપ વિકરાળ હતું કે તેનો ધુમાડો અલગ અલગ માળ સુધી ઉપર પહોંચી ગયો હતો. જેના કારણે અનેક લોકો ડરી ગયા આમ તેમ બચવા માટે પ્રયાસ કરવા ઉપર તો કોઈ ઘરની બહાર જવા માટે પ્રયાસ કરતા ગયા વૃદ્ધ લોકોને ધુમાળાની વધુ અસર થઈ હતી. આ આગની ઘટનામાં 19 ઈજાગ્રસ્ત લોકોને સરસ્વતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. હાલ 5 લોકોને ICUમાં સારવાર આપવામાં આવી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર એક મહિલાનું મોત થયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments