back to top
Homeમનોરંજન'આવો દંભ શા માટે?':ટીવી પર સલમાને કરોડપતિ બિઝનેસમેને ઝાટકી નાખ્યા, શાર્ક ટેન્ક...

‘આવો દંભ શા માટે?’:ટીવી પર સલમાને કરોડપતિ બિઝનેસમેને ઝાટકી નાખ્યા, શાર્ક ટેન્ક અશનીર ગ્રોવરનો બદલાઈ ગયો સૂર

સુપરસ્ટાર સલમાન ખાનનો રિયાલિટી શો ‘બિગ બોસ 18’ સતત ચર્ચામાં રહે છે. હવે ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા’ના પૂર્વ જજ અને ભારત પેના સહ-સ્થાપક અશનીર ગ્રોવર આ શોમાં જોવા મળશે. નિર્માતાઓએ ‘વીકેન્ડ કા વાર’ એપિસોડનો એક પ્રોમો શેર કર્યો છે, જેને જોઈને એવું લાગે છે કે શોમાં અશનીર ગ્રોવરનો ક્લાસ લેવાઈ જવાનો છે, કારણ કે થોડા સમય પહેલા તેણે સલમાન ખાન વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ‘વીકેન્ડ કા વાર’ના પ્રોમોમાં સલમાન ખાન અશનીર ગ્રોવરને કહે છે, ‘મેં સાંભળ્યું છે કે તમે મારા વિશે કંઈક કહેતા હતા. તમે કહ્યું કે અમે તેને આટલામાં સાઇન કરી લીધો. તમે તેનો આંકડો પણ ખોટો બતાવી દીધો. તો પછી આ બેવડું ધોરણ શા માટે છે?’ સલમાન ખાનની વાત સાંભળીને અશનીર ગ્રોવર ગભરાઈ ગયો અને પછી તેણે વિનમ્રતાથી જવાબ આપ્યો, ‘જ્યારે અમે તમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા, ત્યારે મને લાગે છે કે તે સૌથી સ્માર્ટ નિર્ણય હતો.’ સલમાન ખાન સામે બદલાઈ ગયો એટીટ્યૂડ
આ પછી સલમાન ખાન કહે છે, ‘પરંતુ તમે જે રીતે વાત કરી રહ્યા છો, તે વીડિયોમાં નહોતું.’ આ પછી અશનીર ગ્રોવરે કહ્યું, ‘કદાચ મેં જે કહ્યું તે પોડકાસ્ટમાં યોગ્ય રીતે બતાવવામાં આવ્યું નથી .’ આ પછી સલમાન ખાન કહે છે, ‘પણ અહીં બધું બરાબર આવી રહ્યું છે.’ શું છે સમગ્ર મામલો?
નોંધનીય છે કે, એક જૂના ઈન્ટરવ્યૂમાં અશનીર ગ્રોવરે સલમાન ખાન સાથે જોડાયેલી એક ઘટના જણાવી હતી. તેણે કહ્યું હતું કે, તે એક સ્પોન્સર્ડ એડના શૂટ દરમિયાન સલમાનને મળ્યો હતો. તે સમયે સલમાનના મેનેજરે અશનીરને કહ્યું હતું કે સુપરસ્ટાર તેની સાથે ફોટો ક્લિક કરાવશે નહીં. અશનીર ગ્રોવરે કહ્યું હતું કે, ‘હું સલમાન ખાનને મળ્યો છું. અમે તેને સ્પોન્સર તરીકે રાખ્યો હતો. તેથી તેના શૂટ માટે મળ્યા હતા. હું શૂટ પહેલા તેને મળ્યો હતો જેથી કંપની શું છે તેની જાણકારી આપી શકે. તેથી હું ત્રણ કલાક તેની સાથે બેઠો. તેના મેનેજરે કહ્યું કે તે ફોટો પાડવાનો નથી, સાહેબ થોડા નારાજ થઈ જાય છે.’ સલમાન વિશે કહી આવી વાત
અશનીર ગ્રોવર આગળ કહે છે- ‘મેં કહ્યું કે સાળા, મારે નથી ખેંચાવો ફોટો, ભાડમાં જા તું. મતલબ તેમાં કેવી હીરોગીરી થઈ ગઈ??’ જો કે, આ પછી અશનીરે સલમાન ખાનની બુદ્ધિમત્તા અને બિઝનેસ સ્કિલના વખાણ કર્યા. તેણે કહ્યું, ‘આ વ્યક્તિ ખૂબ જ સ્માર્ટ છે. મતલબ, લોકો જે વિચારે છે તેવી હવામાં તે નથી, આ વ્યક્તિ ખરેખર ખૂબ જ સ્માર્ટ છે. તે બિઝનેસ સમજે છે. તે બ્રાન્ડિંગ સમજે છે. તેની છબી શું છે તેનો તેને સ્પષ્ટ ખ્યાલ છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments