વડોદરા ડભોઇ રોડ ઉપર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં એક યુવકનું ટ્રકની અડફેટે ઘાટના સ્થળે જ મોત નિપજ્યું છે. આ બનાવની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ બનાવને લઈ લોક ટોળા એકઠા થયા હતા. બનવા અંગે પોલીસે વધું તપાસ હાથ ધરી છે. વડોદરા સહિત જિલ્લામાં અવાર નવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. આજે વહેલી સવારે વડોદરા ડભોઇ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. મળતી માહિતી મુજબ આ યુવક પેટ્રોલ પુરાવી જતો હતો તે દરમ્યાનમાં ટ્રકચાલકે યુવકને અડફેટે લેતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ડભોઇ પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાના સ્થળે પહોંચી હતી. જો કે યુવક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે જ્યારે યુવક પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રકે અચાનક અડફેટે લેતા તે દસ ફૂટ જેટલો દૂર સુધી ઢસડાયો હતો અને શરીરના પેટના ભાગેથી નીચેના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માત નોતરી ટ્રકચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં યુવક કોણ છે અને ક્યાં જતો હતો તે દિશામાં હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે. આ અકસ્માતના પગલે ટ્રક અને બાઇક બંને બાજુમાં ખાડામાં ઉતરી ગયા હતા અને યુવક 10 ફૂટ ઢસડાઈ દૂર પડ્યો હતો. અકસ્માત સર્જાયો છે તે વિસ્તારમાં રીતસર લોહીની લીસોટા જૉવા મળ્યા હતા. હાલમાં આ સમગ્ર બનાવને લઈને ડભોઇ પોલીસે ટ્રક ચાલક કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. સાથે જ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.