દિલજીત દોસાંઝ ગ્લોબલ આઈકન બની ગયો છે. લંડનમાં હલચલ મચાવ્યા બાદ આ દિવસોમાં ગાયક ભારતના પ્રવાસે છે. તેણે દિલ્હી અને જયપુરમાં જબરદસ્ત પરફોર્મન્સ કર્યું છે. દિલજીતે 15 નવેમ્બરની સાંજે હૈદરાબાદમાં એક કોન્સર્ટ કર્યો હતો. કોન્સર્ટ પહેલા, ગાયકને તેનાં ગીતોમાં આલ્કોહોલ, ડ્રગ્સ અને હિંસા હોવા બદલ તેલંગાણા સત્તાવાળાઓ તરફથી નોટિસ મળી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ગાયકના કોન્સર્ટમાં બાળકો પણ આવે છે. આવી સ્થિતિમાં તેમના આ બધાં ગીતો સાંભળવાં યોગ્ય નથી. નોટિસ મળ્યા બાદ દિલજીતે પોતાનાં ગીતોમાં પણ ફેરફાર કર્યા છે. દિલજીતે ‘શરાબ’ શબ્દ હટાવીને ગીતમાં ‘કોકા કોલા’ શબ્દ ઉમેર્યો છે. હવે સિંગરના પરફોર્મન્સના વીડિયો સોશિયલ મીડિયા પર આવવા લાગ્યા છે. તેની સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે. નવાં ગીતોની સાથે, ચાહકોને દિલજીત દોસાંજ દ્વારા ગાયેલાં ગીતો પણ પસંદ આવી રહ્યા છે. આ સાથે સીંગરનો કોન્સર્ટ હિટ રહ્યો હતો. કોન્સર્ટ પહેલા દિલજીત પણ સૂફી ગાયકો સાથે બેઠો હતો. દિલજીત દોસાંઝે હૈદરાબાદના સૂફી ગાયકો સાથે બેસીને વાત કરી હતી. તેનાં ગીતો પણ માણ્યા. સિંગરે કેપ્શનમાં એવો સંકેત પણ આપ્યો હતો કે હૈદરાબાદમાં તેના પરફોર્મન્સને કોઈ રોકી શકશે નહીં. ફોટોના કેપ્શનમાં દિલજીતે લખ્યું હતું, ‘આજની રાત હૈદરાબાદમાં. આંધી રોકે તો અમે તૂફાન…તૂફાન રોકે તો અમે આગનો દરિયો..’ અંતે દિલજીતે શહેરમાં હલચલ મચાવી દીધી હતી.