કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ડાંગર વાડી વિસ્તારમાં સિંહોના ધામા જોવા મળ્યા હતા. એક સાથે 7થી 8 જેટલા સિંહો દીવના ડાંગર વાડીમાં આવી ચડ્યા હતા. સુત્રાપાડાના ગાંગેથા ગામમાં સિંહોએ પ્રવેશ કરતા વાહનચાલકો ગભરાઈ ગયા હતા અને પોતાનાં વાહનો પણ થંભાવી દીધા હતા. જે સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો. દીવમાં બે દિવસ પહેલાં ડાંગરવાડી વિસ્તારમાં એક પશુનું મારણ કર્યું હતું. જેથી લોકોમાં ભય ફેલાયો હતો. ત્યારે આજે ફરી રાત્રીના સમયે સિંહનું ટોળું જતું હોય તેઓ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. સુત્રાપાડાના ગાંગેથા ગામે અડધી રાત્રે સિંહો ગામમાં શિકારની શોધમાં ઘૂસી ગયા હતા. સિંહોના આગમનને લઇ વાહનોના પૈડા થંભી ગયા હતા. સિંહોના દૃશ્યો સીસીટીવી કેમેરામાં થયા કેદ થઈ ગયા હતા. ભૂતકાળમાં પણ અનેક વખત સિંહોની ગાંગેથામાં પ્રવેશ કર્યો હતો. જે સમગ્ર ઘટનાના દૃશ્યો પણ CCTVમાં કેદ થયા હતા.