back to top
Homeગુજરાતબાંગ્લાદેશમાં 15,000 આપો ને ગેરકાયદે ભારતમાં ઘૂસો:4 વર્ષ પહેલાં મહિલા બંગાળથી ભારતમાં...

બાંગ્લાદેશમાં 15,000 આપો ને ગેરકાયદે ભારતમાં ઘૂસો:4 વર્ષ પહેલાં મહિલા બંગાળથી ભારતમાં પ્રવેશી; 3 વર્ષ સુરતના અલગ-અલગ સ્પામાં નોકરી કરી, આધારકાર્ડ પણ બનાવ્યું

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરતમાં છેલ્લાં ત્રણ વર્ષથી રહેતી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા ચાર વર્ષ પહેલાં બાંગ્લાદેશી એજન્ટને માત્ર 15,000 રૂપિયા આપીને ભારતમાં પ્રવેશી હતી. એક વર્ષ મુંબઈમાં રહ્યા બાદ તે છેલ્લાં ત્રણ વર્ષથી સુરતમાં સ્થાયી થઈ હતી. સુરતમાં તેણે અલગ-અલગ સ્પામાં નોકરી કરી હતી. અહીં આવીને તેણે બોગસ ડોક્યુમેન્ટના આધારે આધારકાર્ડ સહિતના પુરાવા પણ બનાવ્યા હતા. પોલીસને તેની પાસેથી બાંગ્લાદેશની નાગરિક હોવાનું ઓળખકાર્ડ પણ મળી આવ્યું છે. 4 વર્ષથી ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ
સુરતમાં છેલ્લાં ત્રણ વર્ષથી ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલાની એસઓજીએ મહીધરપુરા દિલ્હી ગેટ ચાર રસ્તા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસેથી ધરપકડ કરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની તપાસમાં મહિલાનું નામ રસીદા બેગમ જહાંગીર અલી શેખ હોવાનું સામે આવ્યું છે. પૂછપરછમાં મહિલાએ જણાવ્યું હતું કે તે ચાર વર્ષ પહેલાં બાંગ્લાદેશી એજન્ટ મારફત પશ્ચિમ બંગાળથી ભારતમાં આવી હતી. આ મહિલાએ પોતાનું ખોટું નામ ધારણ કર્યું હતું અને ખોટા ડોક્યુમેન્ટો પણ બનાવ્યા હતા. મહિલા પાસેથી બોગસ ડોક્યુમેન્ટ પણ મળ્યા
એસઓજી દ્વારા જ્યારે મહિલાની વધુ પૂછપરછ હાથ ધરાઈ ત્યારે તેણે જણાવ્યું હતું કે ભારતમાં પ્રવેશવા માટે તેણે બાંગ્લાદેશી એજન્ટને બાંગ્લાદેશી કરન્સીમાં 15 હજાર રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કર્યા હતો. બાદમાં અહીંથી તે અલગ-અલગ ટ્રેનમાં બેસીને સુરત પહોંચી હતી. મુંબઈમાં એક વર્ષ રહ્યા બાદ છેલ્લાં ત્રણ વર્ષથી સુરતમાં અલગ-અલગ જગ્યાએ રૂમ ભાડે રાખીને રહેતી હતી. આરોપી મહિલાએ બનાવટી બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતનું આધારકાર્ડ સહિતના પુરાવા બનાવ્યા હતા. આ પણ વાંચો…. સુરતમાં એક વર્ષમાં 22 બાંગ્લાદેશીની ઘૂસણખોરી, તપાસમાં ભારતના બોગસ ડોક્યુમેન્ટ મળ્યાં, મોટા ભાગના લોકો સ્પાના વ્યવસાયમાં જોડાયેલાં પશ્ચિમ બંગાળથી ટ્રેન મારફત સુરત પહોંચી હતી
આરોપી મહિલાની પૂછપરછમાં વધુ જાણવા મળ્યું હતું કે તે બાંગ્લાદેશના બરંગા ગામની વતની છે. એજન્ટ મારફત જસોર જિલ્લાથી બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડરથી ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના બેંગોન ખાતેથી પ્રવેશ કરી હાવડા રેલવે સ્ટેશન ખાતે આવી ટ્રેન મારફત સુરત આવી હતી. પોલીસે તેની પર ફોરેન્સ એક્ટ પાસપોર્ટ રૂલ્સ કાયદાની કલમો લગાવી છે. આ પણ વાંચો… અમદવાાદના ચંડોળા તળાવને પિરાણાના કચરાથી ભર્યું, નર્મદાનાં પાણીની લાઇન બંધ કરી અને ઘૂસણખોરો માટે વસાહત ઊભી કરાઈ, 70% બાંગ્લાદેશીઓ ઘર છોડી ફરાર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments