back to top
Homeગુજરાત'મમ્મી હું જીવતો છું', પોતાના જ બેસણામાં યુવકની એન્ટ્રી:વિજાપુરના પરિવારે અજાણી લાશને...

‘મમ્મી હું જીવતો છું’, પોતાના જ બેસણામાં યુવકની એન્ટ્રી:વિજાપુરના પરિવારે અજાણી લાશને પુત્રની સમજી અંતિમ સંસ્કાર કર્યાં, જો બ્રિજેશ જીવિત છે તો પેલો મૃતદેહ કોનો?

મહેસાણા જિલ્લાના વિજાપુરમાંથી એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. મુળ વિજાપુરનો અને અમદાવાદના નરોડા ખાતે રહેતો વ્યક્તિ ઘરે જાણ કર્યા વિના ગુમ થઈ ગયો હતો. જેને લઇને પરિવારે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી એક વ્યક્તિની લાશ મળી હતી. જેથી આ પરિવારે લાશ પોતાના દીકરાની હોવાનું માની તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા અને બેસણું પણ કરી દીધું હતું. જોકે, બીજા દિવસે આ વ્યક્તિ ઘરે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. 27 ઓક્ટોબરે વ્યક્તિ ગુમ થયો હતો
આ ઘટના અંગે વિસ્તારથી વાત કરીએ તો વિજાપુરમાં પ્રભુનગર સોસાયટીમાં રહેતા સુથાર પરિવારનો પુત્ર બ્રિજેશ અમદાવાદના નરોડામાં રહીને શેરબજારનો વ્યવસાય કરતો. જે 27 ઓક્ટોબરના દિવસે ઘરે કોઈને જાણ કર્યા વિના ઘરેથી ક્યાંય ચાલી જતા પરિવારજનોએ નરોડા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા બ્રિજેશના પરિવારને ઓળખ કરવા જાણ કરતા પરિવાર અમદાવાદ દોડી આવ્યો હતો અને મૃતદેહ જોઈ આ વ્યક્તિ પોતાનો જ દીકરો હોવાની ઓળખ કરી મૃતદેહ ઘરે લાંવી તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. બેસણા બાદ વ્યક્તિ​​​​​​​ ઘરે આવતાં પરિવાર ચોંકી ઉઠ્યો
આ બાદ પરિવારે વિજાપુરમાં 14 નવેમ્બરના દિવસે બ્રિજેશ સુથારનું બેસણું રાખ્યું હતું. જોકે, 15 નવેમ્બરના રોજ ગુમ થયેલો બ્રિજેશ સુથાર ઘરે પાછો આવતા સૌ કોઈ ચોકી ઉઠયા હતા. સમગ્ર ઘટનામાં બ્રિજેશને જોતા પરિવાર દ્વારા અગ્નિ સંસ્કાર કોના કર્યા એ અંગે હાલમાં પરિવાર પણ વિસામણમાં મુકાણો છે. ત્યારે સમગ્ર મામલે હવે અંતિમ સંસ્કાર કોના થયા તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. અંતિમ સંસ્કાર કરાયા એ લાશ કોની?
સમગ્ર કિસ્સામાં પોલીસની ભૂલ કહો કે પછી લાશની ઓળખવિધિ કરનાર પરિવારજનોની, પરંતુ હાલ તો સુથાર પરિવાર દ્વારા જે લાશના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે કોની લાશ હતીનો યક્ષ પ્રશ્ન ઊભો થયો છે. બીજી તરફ, સમગ્ર મામલે દિવ્ય ભાસ્કર દ્વારા નરોડા પોલીસ મથકનો સંપર્ક કરતાં પીઆઈ એમ.વી. પટેલ રજા ઉપર હતા. જ્યારે ડી સ્ટાફના પીએસઆઇ ડી.આઇ. રાવલે પોતાને ખબર ન હોવાનું અને પોલીસ સ્ટેશને પૂછોનું કહ્યું હતું. વિજાપુર પોલીસ પણ સમગ્ર મામલે અજાણ હતી. જ્યારે યુવક બ્રિજેશ સુથારની માતા પણ સ્વીકારી રહ્યા છે કે આમાં પોલીસવાળાઓની અને અમારા જમાઈઓની બધાની ભૂલ થઈ છે. આ ઘટનાને લઇ પરિવાર પણ મૂંઝવણમાં મૂકાઇ ગયો છે. આમાં અમારી અને પોલીસની બધાની ભૂલ થઈ છે: માતા
ગુમ થયા બાદ જીવિત ઘરે પરત આવેલા યુવક બ્રિજેશ સુથારની માતાએ જણાવ્યું કે, 27 તારીખે જમ્યા બાદ ઘરેથી નીકળ્યા પછી તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. બે દિવસ બાદ જમાઈને વાત કર્યા પછી નરોડા પોલીસને જાણ કરી હતી. કેટલાક દિવસ શોધખોળ બાદ તે ન મળતાં એફઆઈઆર કરાવી હતી. 10 તારીખે પોલીસનો ફોન આવતાં પોલીસે મારા દિયર અને જમાઇઓને ફૂલી ગયેલી બોડી બતાવતાં મારા દિયર અને જમાઇઓએ ધારણા કરી લીધી હતી કે આ બ્રિજેશની જ લાશ છે. ત્યારબાદ તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા અને તેનું 14મીએ બેસણું રાખ્યું હતું. જેના બીજા દિવસે 15મીએ બ્રિજેશ ઘરે આવ્યો હતો. આમાં પોલીસવાળાઓની અને અમારા જમાઈઓની બધાની ભૂલ થઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments