ભારતીય ઇક્વિટી માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી નિરાસાનો માહોલ જોવા મળી રહ્યો છે. માર્કેટમાં સુસ્તી વચ્ચે પ્રાઇમરી માર્કેટમાં મજબૂત ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. ઘટાડા છતાં અનેક કંપનીઓ વિસ્તરણનો માર્ગ અપનાવી રહી છે. તાજેતરમાં લિસ્ટ થયેલ સ્વિગીના આઇપીઓમાં રોકાણકારોએ પોઝિટીવ રિટર્ન મેળવ્યું છે. જ્યારે ઇક્વિટીમાં મંદીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ભારત અત્યારે આઇપીઓ લાવવાના મામલે વિશ્વમાં સૌથી અવ્વલ છે. ચાલુ કેલેન્ડર વર્ષ 2024ના જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વિશ્વના કુલ લિસ્ટિંગમાં ભારતનો હિસ્સો 36% હતો. ત્યાં સુધી કે ભારતે આઇપીઓ લોન્ચિંગના મામલે અમેરિકાને પણ પાછળ છોડી દીધું હતું, જેનો હિસ્સો 13% હતો. અહેવાલ અનુસાર વર્ષના ત્રીજા ક્વાર્ટર દરમિયાન દેશના સ્ટોક માર્કેટમાં થયેલું લિસ્ટિંગ છેલ્લા 20 વર્ષોમાં કોઇ ત્રીજા ક્વાર્ટરમાં થયેલું સૌથી વધુ લિસ્ટિંગ છે. મેઇન માર્કેટમાં 27 IPO નોંધાયા હતા, જે 2023ના ત્રીજા ક્વાર્ટરથી 29% વધુ છે. તેનાથી કંપનીઓએ રૂ.36,027 કરોડ એકત્ર કર્યા હતા. જે ગત વર્ષે એકત્ર કરાયેલી રકમથી 142% વધુ છે. રોકાણકારો માટે 2024નું વર્ષ ઉત્તમ સાબીત થઇ રહ્યું છે. ઇક્વિટી માર્કેટમાં સેન્સેક્સ તથા નિફ્ટીમાં સરેરાશ 12 ટકા સુધીનું રિટર્ન જ્યારે સોના-ચાંદીમાં સરેરાશ 14-15 ટકાનું રિટર્ન મેળવી રહ્યાં છે ત્યારે પ્રાઇમરી માર્કેટમા પણ રોકાણકારોને કમાણી જ કમાણી છે. 2024-મેઇન બોર્ડમાં 75, SMEમાં 220 રેકોર્ડ આઇપીઓ આવ્યા
ચાલુ વર્ષ દરમિયાન કુલ 295થી વધુ આઇપીઓ યોજાયા છે જેમાં મેઇનબોર્ડમાં કુલ 75 કંપનીઓએ સરેરાશ 65000 કરોડથી વધુ જ્યારે 220થી વધુ એસએમઇ કંપનીઓએ 5700 કરોડ એકત્ર કર્યા છે. મેઇનબોર્ડની તુલનાએ એસએમઇ આઇપીઓમાં રોકાણકારોને આકર્ષણ વધુ રહ્યું છે કેમકે રિટર્ન આપવામાં એસએમઇ કંપનીઓ મોખરે રહી હતી. મેઇનબોર્ડમાં 75માંથી 45થી વધુ કંપનીમાં પોઝિટીવ જ્યારે એસએમઇમાં 215માંથી 150થી વધુ કંપનીમાં પોઝિટીવ રિટર્ન મેળવી રહ્યાં છે. પાંચ વર્ષમાં SMEનો લિસ્ટિંગ નફો 72 ટકા વધ્યો
વર્ષ 2019માં SMI આઇપીઓના લિસ્ટિંગ પર સરેરાશ લિસ્ટિંગ નફો અંદાજે 2% હતો. જે વર્ષ 2024માં વધીને 74% થઇ ચુક્યો છે. મેનબોર્ડ આઇપીઓનો લિસ્ટિંગ નફો 2020માં પોતાના સર્વાધિક સ્તરે પહોંચ્યો હતો. ત્યારથી 30%ની આસપાસ
મર્યાદિત છે. આઇપીઓની ભરમારથી ડિમેટ ખાતાની સંખ્યા વધી 19 કરોડ
2024નું વર્ષ આઇપીઓનું વર્ષ બની ચૂક્યું છે. આઇપીઓમાં રોકાણકારોને કમાણીની તકનું સર્જન થતા નવા અનેક રોકાણકારો આઇપીઓમાં રોકાણ કરવા આકર્ષાયા છે જેથી નવા ડિમેટ ખાતા ખુલતા સરેરાશ 19 કરોડ થઇ ચૂક્યા છે. કેટલાક મહિનાઓમાં દર મહિને 30 લાખથી વધુ નવા ડિમેટ ખુલી રહ્યાં છે.