સ્પા અને OYO રૂમની આડમાં ધમધમી રહેલાં સેક્સ રેકેટ વચ્ચે વેસુના સફલ રૂમ્સ ઓયો હોલમાં મુંબઈથી હાઈફાઈ લલના લાવી ચલાવવામાં આવતાં સેક્સ રેકેટ પર પોલીસે રેઇડ કરી હતી. પોલીસે OYO રૂમના મેનેજર સહિત ચારને ઝડપી પાડ્યા છે. 15 હજાર લઈ દેહવેપાર માટે મુંબઇથી આવેલી લલના પણ પોલીસને મળી આવી હતી. ઉમરા પોલીસે બુધવારે મોડી રાત્રે વેસુના સફલ રૂમ્સ ઓયો હોટલમાં રેડ પાડી હતી. હોટલના રૂમમાંથી પોલીસે 6 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ મળી કુલ 76 હજારની રકમ કબજે કરી હતી. ગ્રાહકોને ફોટો મોકલી પસંદગી પ્રમાણે યુવતીઓને બોલાવતા
પોલીસની રેડ દરમિયાન હોટેલના રુમ નંબર 206માં એક મહિલા અને પુરુષ કઢંગી હાલતમાં મળ્યા હતા. યુવતની પૂછપરછ કરતા તે મુંબઈમાં અંગતકુમાર નામના દલાલના તાબા હેઠળ કામ કરતી હોવાનું અને સુરતના દલાલ બ્રિજેશ તથા નયન ઉર્ફે કાકા મારફત સુરતમાં દેહવેપાર માટે મોકલાઈ હતી. તેને મગદલ્લામાં ઉતારો અપાયો હતો. એજન્ટ બ્રિજેશ ગ્રાહકોને વોટ્સએપ મારફતે યુવતીઓના ફોટો મોકલતો ત્યારબાદ ગ્રાહક જે યુવતીની પસંદગી કરતો તેને બહારના રાજ્યમાંથી બોલાવતો હતો. ક્યુઆર કોડ સ્કેન કરી પૈસા ટ્રાન્સફર કરાવાતા
દલાલોની ગેંગ પહેલા ગ્રાહકો પાસેથી પૈસા ટ્રાન્સફર કરાવી લેતા હતા. આ માટે તેઓ ક્યુઆર કોડ સ્કેનર પણ પોતાની સાથે જ રાખતા હતા. સુરતના હોટલમાં પકડાયેલી યુવતીનો 15 હજારમાં સોદો થયો હતો. જે પૈકી 70 ટકા રકમ તે યુવતીને મળતી હતી, જ્યારે 30 ટકા રકમ દલાલો વહેંચી લેતા હતા. આ ઉપરાંત ગ્રાહકને રૂમનું ભાડુ પણ ચુકવવામાં જણાવાતું હતું ચાર લોકોને પોલીસે વોન્ટડ જાહેર કર્યા
ડીસીપી વિજય સિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, હોટલના માલિક અને મેનેજર પણ તેમાં સંડોવાયેલા હતા. હોટલ મેનેજર સંદિપ દુબે અને વચેટીયા યોગેન્દ્ર સિંગ, ક્યુઆર કોડ લઈને આવેલાં રાજેશ અને 15 હજાર આપી શરીર સુખ માણવા આવેલાં ગ્રાહક નિમેશ પ્રાગજી દિયોરાની ધરપકડ કરી હતી. અંગદકુમાર પ્રજાપતિ, નયન ઉર્ફે કાકા, એજન્ટ બ્રિજેશ અને હોટેલના માલિક બ્રિજેશ પટેલને વોન્ટેડ જાહેર કર્યા હતા.