back to top
Homeગુજરાતરત્નકલાકારોને પ્રોત્સાહનનો 'પંચ':સુરતમાં 9 લાખની કારમાં આવીને રોડ પર યુવક વેચે છે...

રત્નકલાકારોને પ્રોત્સાહનનો ‘પંચ’:સુરતમાં 9 લાખની કારમાં આવીને રોડ પર યુવક વેચે છે દહીંવડાં, હીરામાં મંદી આવતાં કારના હપતા ભરવાની પણ તકલીફ હતી

સુરતમાં રોડ પર એક યુવક 9 લાખની કારમાં આવીને દહીંવડા વેચતો હોય તો કોઈ પણ ને આશ્ચર્ય થાય. આ યુવક છેલ્લા બે વર્ષથી રાંદેર વિસ્તારમાં રોડ પર દહીંવડા વેચી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. રત્નકલાકાર તરીકે નોકરી કરતા સમયે હપ્તેથી કાર લીધી હતી. જોકે, મંદીના કારણે નોકરી છૂટી જતા દહીંવડા વેચવાનું શરૂ કર્યું હતું. દહીંવડા વેચીને જ હાલા યુવકે કારના તમામ હપ્તા પણ ચૂકવી દીધા છે. જેથી ભારતના કલાકાર મંદીના કારણે આપઘાત કરતા રત્નકલાકારો માટે પ્રેરણા રૂપ બન્યો છે. યુવક આપઘાત કરતા લોકોને પણ હિંમત ન હારવાની અપીલ કરી રહ્યો છે. યુવકે 2014માં હીરામાં નોકરી શરૂ કરી હતી
સુરતના રાંદેર વિસ્તાર 34 વર્ષીય વિકી સોની પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને બે દીકરા છે. વર્ષોથી સુરતમાં રહે છે અને 2014માં હીરામાં રત્નકલાકાર તરીકે નોકરી કરવાની શરૂઆત કરી હતી. આઠ વર્ષ એટલે કે, 2022 સુધી હીરામાં નોકરી કરી હતી. 7000 પગારથી શરૂ કરીને 30000 સુધી પહોંચ્યો હતો. જોકે, 2022માં મંદીના કારણે તેની નોકરી છૂટી ગઈ હતી. મંદીના કારણે 2022માં યુવકની નોકરી છૂટીઃ વિકી સોની
વિકી સોનીએ જણાવ્યું હતું કે, 2022માં હીરાની મંદીના કારણે મારો પગાર અડધો થઈ ગયો હતો. જેમાં મારા પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ હતું. આ સાથે જ હું ભાડાના મકાનમાં રહું છું. 2021માં પગાર પણ સારો હોવાથી અને મધ્યમ વર્ગીય લોકોને કાર લેવાનો સપનું હોય છે. જેથી મેં 2021ના એન્ડમાં ટાટા કંપનીની 9 લાખની પંચ કાર હપ્તેથી લીધી હતી. ત્યારબાદ થોડા મહિનાઓ સારું ચાલ્યું હતું. જોકે, ત્યારબાદ મંદિના કારણે મારી નોકરી છૂટી ગઈ હતી. ‘થોડા સમયના સંઘર્ષ બાદ દહીંવડા વેચવાનું શરૂ કર્યું’
નોકરી છૂટી ગયા બાદ ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જોકે મારી પત્નીના સપોર્ટના કારણે મેં હિંમત હાર્યો ન હતો. રોડ પર દહીંવડા વેચવાનો વિચાર કર્યો અને રાંદેરમાં રોડ પર જ સાંજના સમયે બે કલાક દહીંવડા વેચવાનું શરૂ કર્યું હતું. થોડા સમય સંઘર્ષ કરવો પડ્યો હતો. પત્નીના ફૂલ સપોર્ટના કારણે સંઘર્ષને પાર પાડી દીધો હતો. ત્યારબાદ આખો દિવસ દહીં વડા વેચવાનું શરૂ કરી દીધું હતું. ‘રોજના 150થી 200 જેટલા ઓર્ડર મળે છે’
શરૂઆતમાં લોકો પણ ઓછા આવતા અને ઓર્ડર પણ ઓછા મળતા હતા. હાલ એક ડબામાં 50 રૂપિયાના દહીંવડા વેચું છું. રોજના 150થી 200 જેટલા ઓર્ડર અને અહીંથી લોકો લઈ જાય છે. મોટાભાગના લોકો પાર્સલ લઈ જાય છે. જેના કારણે હાલ મારા પરિવારનું ગુજરાન ખૂબ જ સારી રીતે ચલાવી રહ્યો છું. કારના હપ્તાઓ પણ ચૂકવાઇ ગયા છે અને આકાર જ મારી ડ્રીમકાર્ડ હોવાથી આકાર લઈને જ આવું છું અને દહીંવડા વેચું છું. ‘આપઘાત એ કોઈ સોલ્યુશન નથી’
હીરામાં મંદીના કારણે આર્થિક સંકડામણમાં રત્નકલાકારો આપઘાત કરતા હોવાના બનાવો પણ બનતા હોય છે. જોકે, આ રત્નકલાકારોએ એ રીતે વિચારવું જોઈએ કે આ એક રસ્તો બંધ થયો છે તો આપણા માટે નાનો એવો ધંધો કરીને પણ ગુજરાન ચલાવવાનો રસ્તો ખુલ્યો છે. આપઘાત એ કોઈ સોલ્યુશન નથી. હિંમત ન હારો તો તમે આગળ સારી રીતે વધી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments