અમદાવાદના બોપલમાં 10 નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા જેવી નજીવી બાબતે MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની છરીના ઘા મારી હત્યા કરાઈ હતી. આ કેસમાં પોલીસે આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયાને પંજાબથી ઝડપી પાડ્યો હતો. જોકે, આ આરોપીને પકડવાનો પોલીસ માટે એક મોટો પડકાર હતો કેમ કે આરોપી ખુદ પોલીસકર્મચારી હતો. પરંતુ આરોપીને ઝડપી પાડવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક ટીમ તૈયાર કરી હતી. આ ટીમ ઓપરેશન કઈ રીતે પાર પાડશે તેની આખી સ્ટ્રેટરજી તૈયાર કરાઈ હતી. આખરે આરોપીને ઝડપી પાડી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બોપલ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી નાખ્યો છે. CCTV ચેક કરતા પોલીસ એક એપાર્ટમેન્ટ પર પહોંચી
બોપલમાં હત્યા થયા બાદ પોલીસ આરોપીને પકડવા માટે સીસીટીવી તપાસી રહી હતી. આ દરમિયાન પોલીસ બોપલના એક એપાર્ટમેન્ટના ગેટ સુધી પહોંચી અને ત્યાર બાદ કડી મળતી બંધ થઈ ગઈ હતી. જોકે, પોલીસ ધીમે ધીમે તપાસ કરી રહી હતી પરંતુ આ દરમિયાન ગાડીની ભાડ મળવી પણ બંધ થઈ ગઈ હતી, ત્યારે પોલીસે આ એપાર્ટમેન્ટની લિફ્ટના સીસીટીવી તપાસવાનું શરૂ કર્યું હતું. લિફ્ટના CCTVમાં એક વ્યક્તિ જતો જોવા મળ્યો હતો અને તે ચાકુ પોતાના પેન્ટના પાછળના ભાગે છુપાવી રહ્યો હતો. આ CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ કરી તો તે પોલીસવાળો જ નીકળ્યો એટલે કે તે વિરેન્દ્રસિંહ પઢેરિયા હતો. આરોપી બાવળાથી રાજસ્થાન તરફ આગળ વધી રહ્યો હતો
પોલીસે આ ફૂટેજ અંગે સોસાયટીના અગ્રણીને પૂછ્યું તો તેમણે કહ્યું કે, આ તો મોન્ટુભાઈ છે. મોન્ટુભાઈના ઘરે પોલીસ ગઈ ત્યારે ઘરે તાળા હતા. હવે તે ક્યાં ગયો? તેને શોધવો પોલીસ માટે મુશ્કેલ હતું પરંતુ આ દરમિયાન પોલીસને એક નંબર મળ્યો હતો. તેને ટ્રેસ કરતા તે બાવળા અને બાવળાથી રાજસ્થાન તરફ આગળ વધી રહ્યો હતો. તે સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદમાં જ હતી. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ કહ્યું કે કંઈપણ કરો આ ગાડીને પકડી લો અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ એક SUV કાર લઈને અમદાવાદથી નીકળી અને ત્યાર બાદ આરોપીને પકડવા સુધીની અનેક મહત્વની બાબતો સામે આવી હતી. PI, PSI, ASI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની ટીમ બનાવી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ સાલુંકે આ કેસની તપાસ સાથે જોડાયા અને ત્યાર બાદ તેમણે નક્કી કર્યું કે, જો આ ગુનેગાર હશે તો તેને છોડવો જ નથી અને તેમને મદદ કરવા માટે તેમની આખી ટીમે દરેક તૈયારી બતાવી હતી. આ ટીમમાં PI એમ.એલ. સાલુંકે, PSI વી.આર. ગોહિલ, ASI સમીરસિંહ, ASI ધાર્મિકભાઈ, HC મહંમદ અશરફ, PC શીશપાલ સામેલ હતા. પીઆઇ સાલુંકે પોતાની ટીમનું સ્ટ્રક્ચર નક્કી કર્યા પછી પોતે અમદાવાદ રહેશે અને આખી ટીમ ઓપરેશન કઈ રીતે કરશે તે આખી સ્ટ્રેટરજી નક્કી કરી હતી. અમદાવાદથી આ ટીમ ખાનગી SUV કારમાં રવાના થઈ
વિરેન્દ્રસિંહ પઢેરિયા ઉર્ફે મોન્ટુભાઈ સોસાયટીના સીસીટીવીમાં ક્લિયર થઈ ગયા હતા. તેને પકડવા માટે અમદાવાદથી આ ટીમ ખાનગી SUV કારમાં રવાના થઈ હતી. આ બધાની વચ્ચે પોલીસને એક મોબાઈલ નંબર મળ્યો હતો. અને તેને ટ્રેસ કરતા ખબર પડી કે, આ કાર જેમાં વિરેન્દ્રસિંહ છે તે રાજસ્થાનના કેટલાક જિલ્લાઓ ક્રોસ કરીને આગળ વધી રહી છે. ત્યાર બાદ તેમણે આ કારનો પીછો કરવાનો શરૂ કર્યું. બીજી તરફ પીઆઇ અહીંયાથી મોનિટરિંગ કરતા હતા કે, રસ્તામાં કંઈપણ થાય તેની દરેકે દરેક પડની માહિતી તેમને મળવી જોઇએ અને અમદાવાદથી પીએસઆઇ સહિતના અન્ય કર્મચારીની ટીમ અમદાવાદથી રવાના થઈ હતી. તેઓ ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા, પરંતુ જે ગાડીને ટ્રેસ કરવાની હતી તે તેમનાથી બે કલાકથી વધુ આગળ ચાલી રહી હતી. એટલે તેને પકડવા માટે ખૂબ પ્રયાસ કરવામાં આવ્યો હતો. રસ્તામાંથી નંબર એકાદ બે જગ્યાએ રોકાયો હતો. આરોપીની કાર પંજાબના સિંગનુંર પાસે હોવાનું લોકેશન મળ્યું
કઈ જગ્યાએ ચાની કિટલી હતી ત્યાંથી પોલીસ પીછો કરી રહી હતી, ત્યારે રાતના એક વાગ્યા પછીથી બીજા દિવસના બપોરના ચાર વાગ્યા સુધી કારનો પીછો કરવામાં આવ્યો હતો. આ કાર પંજાબના સિંગનુંર પાસે હોવાનું લોકેશન મળ્યું હતું. પોલીસ ત્યાં પહોંચી ત્યારે ઇનોવા કાર ત્યાં હતી. ઇનોવા કારમાં વિરેન્દ્રસિંહ ન હતો તેથી પોલીસને ચિંતા થઈ કે વિરેન્દ્રસિંહ ક્યાં ગયો હશે અને આ તમામ બાબતે અમદાવાદમાં બેઠેલા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરને માહિતગાર કરવામાં આવતા હતા. વિરેન્દ્રસિંહ કંઈપણ બોલ્યા વગર પોલીસની ગાડીમાં બેસી ગયો
આ દરમિયાન પોલીસે અજાણે એક વ્યક્તિને પૂછ્યું વિરેન્દ્ર તો તે વ્યક્તિએ કહ્યું તે સામેના ઘરમાં ગયો છે અને પોલીસે તે વ્યક્તિને બહાર બોલાવવા માટે કહ્યું હતું. આ વ્યક્તિને વિરેન્દ્રને ફોન કર્યો અને વિરેન્દ્ર બહાર આવ્યો ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને કહ્યું કે વિરેન્દ્રસિંહ તમે હત્યા કરી છે અને વિરેન્દ્રસિંહ કંઈપણ બોલ્યા વગર પોલીસની ગાડીમાં બેસી ગયો અને તેણે તેનો ગુનો ત્યાં જ કબુલ કરી લીધો હતો, પરંતુ હવે તેને અમદાવાદ લાવવા માટે રસ્તામાં ખૂબ લાંબો માર્ગ હતો. એટલે કયા માર્ગે તેને સૌથી સુરક્ષિત લાવવો તે જાણવું યોગ્ય માનીને ફરીથી ટીમે ક્રાઈમ બ્રાન્ચમાં ફોન કર્યો હતો. ત્યાંથી મળથી સૂચના પ્રમાણે આરોપી વિરેન્દ્રસિંહને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યા હતા. ગુજરાતનો સૌથી મોટો ચર્ચાસ્પદ કિસ્સો ઉકેલાયો
રસ્તામાં કોઈપણ જગ્યાએ રોકાઓ તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી અને કોઈપણ ચૂક ના થાય તે માટે સતત અમદાવાદની કચેરીમાંથી તેમને સૂચના આપવામાં આવતી હતી. આખરે ગુજરાતમાં સૌથી મોટો ચર્ચાસ્પદ બનેલો કિસ્સો ઉકેલાઈ ગયો હતો.