વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા બાપોદ પોલીસ સ્ટેશન મથકની સામે જ સાંજના સમયે અચાનક આગનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવમાં બાજુમાં બંધ મકાન પાસેથી આગની શરૂઆત થઈ હતી અને તે બાજુની મારુતિ ફર્નિચરમાં અચાનક આગ પ્રસરી જતા તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટના અંગેનો કોલ વડોદરા ફાયર વિભાગને આપતા તાત્કાલિક ભારે ભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાપોદ પોલીસ સ્ટાફ પણ કામગીરીમાં જોડાયો
શહેરના બાપોદ પોલીસ સ્ટેશન સામે આવેલી મારુતિ ફર્નિચરમાં એકાએક આગનો બનાવ સામે આવતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર આ ફર્નિચરની દુકાનમાં ફર્નિચરના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગ શરૂઆતમાં ભારે જોવા મળી હતી, જેના કારણે આસપાસના વિસ્તારના લોકો પણ દોડી આવ્યા હતા. આ બનાવને લઇ ફાયર વિભાગની ટીમો તાત્કાલીક દોડી આવી હતી. બાપોદ પોલીસ મથકનો સ્ટાફ પણ કામગીરીમાં જોડાયો હતો. મોટાભાગનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું
પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં મારુતિ ફર્નિચરની દુકાન ચલાવતા દુકાન માલિકના ઘરે લગ્ન હતા અને તેની પાસે આવેલી મારુતિ ફર્નિચરની દુકાનમાં એકાએક આગ લાગતા દોડધામ મચી હતી. હાલમાં ફર્નિચરની દુકાનમાં લાગેલી આગના કારણે મોટાભાગનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું છે. તો બીજી તરફ બાજુમાં આવેલા કેન્ટીનના કિચનમાં પડેલી બે ગેસની બોટલોમાં પણ આગના કારણે બ્લાસ્ટ થયો હતો. આગનો કોલ મળતા વડોદરા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાને પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના અથાગ પ્રયાસો કર્યા હતા અને સદનસીબે આગની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો
આ આગના બનાવને લઈ વૃંદાવન તરફથી સરદાર એસ્ટેટ તરફ જામ થયો હતો. જેને લઇ બાપોદ પોલીસ મથકના જવાનો સતત ટ્રાફિક પર કંટ્રોલ મેળવી રહ્યા હતા. આ આખી ઘટનામાં હાલમાં ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો છે પરંતુ, દુકાનમાં રહેલું ફર્નિચર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું છે.