રાજ્યમાં નાની વયે હાર્ટ એટેક આવવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે અમરેલીના રાજુલાથી..જ્યાં લગ્ન પ્રસંગમાં ગરબે રમતા યુવકનું હૃદય થંભી જતાં મોતને ભેટ્યો છે. એકના એક પુત્રનું મોત થતાં પરિવાર માથે આભ ફાટ્યું છે. પાવન સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો
આ કરુણ ઘટના અંગે મળતી માહિતી મુજબ રાજુલાના કિશોરભાઈ પટેલ કન્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. જેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેમનો 24 વર્ષી પુત્ર પાવન અમદાવાદ ખાતે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. જેના એક મિત્રા ઘરે લગ્ન હોવાથી તે અમદાવાદથી રાજુલા આવ્યો હતો. આ દરમિયાન ગતરાત્રે તે મિત્રો સાથે ગરબે રમતો હતો. એકના એક પુત્રનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ
પોતાના મિત્રો સાથે મનમૂકીને ગરબે રમતા પાવનને અચાનક છાતીમાં દુખાવો ઊપડતાં તે ઢળી પડ્યો હતો. પાવન અચાનક ઢળી પડતાં હાજર લોકોએ પાવનને તાત્કાલિક પ્રથમ ખાનગી હોસ્પિટલ અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ડોક્ટરોએ પાવનને મૃત જાહેર કર્યો હતો. આમ અચાનક એકના એક પુત્રનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે મિત્રના લગ્નમાં પાવને વિદાય લેતાં એમનો પ્રસંગ પણ ફીકો પડી ગયો છે. હજી આઠેક દિવસ અગાઉ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં ક્રિકેટ રમતી વખતે 51 વર્ષીય આધેડ પાણી પીધા બાદ થોડું ચાલીને દુખાવો થતાં ઘૂંટણિયે બેઠા હતા. એ બાદ બે સેકન્ડમાં જ તેઓ ઢળી પડતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મકસુદભાઈનું મોત હાર્ટ એટેક કારણે થયું હોવાની આશંકા ડોક્ટરો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી, આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો…