દિલ્હી સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગહલોતે પદ અને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કૈલાશ ગહલોતે રવિવારે સવારે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખીને રાજીનામાની જાહેરાત કરી હતી. ગહલોતે કેજરીવાલને લખેલા પત્રમાં યમુનાની સફાઈના મુદ્દે AAPની ટીકા કરી હતી. તેમણે કહ્યું- આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર સાથે લડાઈમાં ઘણો સમય બગાડ્યો છે. પાર્ટીએ જનતાને આપેલા વચનો પૂરા કર્યા નથી. કૈલાશ ગહલોત 2015માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેઓ 2017માં કેબિનેટ મંત્રી બન્યા હતા. વ્યવસાયે વકીલ કૈલાશ ગહલોતે રાજકારણમાં આવતા પહેલા 10 વર્ષ સુધી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ઘણા મોટા કેસ લડ્યા હતા. કેજરીવાલને ગહલોતનો પત્ર, 2 મુદ્દા