સાઉથના સુપરસ્ટાર નાગ ચૈતન્ય અને એક્ટ્રેસ શોભિતા ધુલિપાલા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે. અગાઉ એવી અફવા ચાલતી હતી કે કપલ જાન્યુઆરી 2025માં લગ્ન કરશે, પરંતુ આ કપલ ડિસેમ્બર 2024માં જ લગ્ન કરવા જઈ રહ્યું છે. એવામાં લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. લગ્નના ઈનવીટેશન કાર્ડની તસવીર વાઈરલ
નાગ ચૈતન્ય અને શોભિતા ધુલિપાલાના લગ્નના ઈનવીટેશન કાર્ડની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ વાઈરલ કાર્ડ પર લગ્નની તારીખ 4 ડિસેમ્બર 2024 લખેલી છે. કાર્ડ પેસ્ટલ કલર પેલેટમાં સફેદ ગોલ્ડન ગ્રીન કલર કોમ્બિનેશનથી બનેલું જોવા મળી રહ્યું છે. કાર્ડની ડિઝાઇન ખૂબ જ સુંદર છે. કાર્ડની બાજુમાં ડિઝાઇનર લેમ્પ્સ પણ દેખાય છે અને નીચે સફેદ ગાયનો ફોટો જોવા મળી રહ્યો છે. કુલ મળીને આ કાર્ડ પર પરંપરાની સાથે મોર્ડન ડિઝાઇનનો ટિવસ્ટ પણ દેખાય રહ્યો છે. જો કે, હજુ આ કાર્ડની કોઈ ઓફિશીયલ પુષ્ટિ થઈ નથી. ઈનવીટેશન કાર્ડ સાથે સ્પેશિયલ ગિફ્ટ બાસ્કેટ
લગ્નના ઈનવીટેશન કાર્ડની સાથે, કપલ મહેમાનોને સ્પેશિયલ ગિફ્ટ બાસ્કેટ પણ આપશે. કસ્ટમાઈઝ્ડ વાંસની ટોપલીમાં જાસ્મિનના ફૂલો, ઈકટ પ્રિન્ટેડ કાપડ, ફૂડ પેકેટ્સ, પરંપરાગત સ્ક્રોલ અને કેટલીક અન્ય નાની વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. આ જગ્યાએ થશે લગ્ન
અહેવાલો અનુસાર, શોભિતા અને નાગ ચૈતન્યના લગ્ન હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં થયા થશે, જે 1976માં નાગ ચૈતન્યના દાદા અક્કીનેની નાગેશ્વર રાવ દ્વારા બંજારા હિલ્સમાં 22 એકરની જગ્યા પર સ્થાપિત કરવામાં આવ્યો હતો. જ્યોતિષે કરી હતી ભવિષ્યવાણી
તેમની સગાઈ બાદ એક જ્યોતિષે ભવિષ્યવાણી કરી મુશ્કેલીમાં મુકાયા હતા. પ્રખ્યાત જ્યોતિષ વેણુ સ્વામી પરણકુશમે આગાહી કરી હતી કે નાગ ચૈતન્ય અને શોભિતા ધુલીપાલા વચ્ચેનો સંબંધ 2027માં ‘અન્ય મહિલા’ના કારણે ટૂટી જશે. જોકે, બાદમાં તેને આ પોસ્ટ ડિલીટ પણ કરવી પડી હતી કોણ છે શોભિતા ધુલિપાલા?
શોભિતાનો જન્મ 31 મે 1992માં આંધ્રપ્રદેશમાં તેલુગુ પરિવારમાં થયો છે, શોભિતાએ ઈકોનોમિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવેલી છે, તેણે મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, તેણે 2023માં ‘મિસ ઇન્ડિયા’ અર્થનો ખિતાબ જીત્યો હતો. તે 2016માં આવેલી ફિલ્મ ‘રમણ રાઘવ 2.0’માં જોવા મળી હતી. લગ્નની ચોથી વર્ષગાંઠ પહેલા છૂટાછેડા થયા હતા
સામંથા રુથ પ્રભુ અને નાગ ચૈતન્યના લગ્ન 6 ઓક્ટોબર 2017ના રોજ ગોવામાં પહેલા હિંદુ રીતિ-રિવાજ મુજબ અને પછી 7 ઓક્ટોબરના રોજ ખ્રિસ્તી રીતિ-રિવાજથી થયા હતા. લગ્ન પછી સામંથાએ તેનું નામ બદલીને અક્કીનેની કરી દીધું હતું, જોકે, અલગ થવાના સમાચાર વચ્ચે, સામંથાએ તેના ટ્વિટર હેન્ડલ પરથી અક્કીનેનીને હટાવીને તેનું નામ બદલીને સામંથા રૂથ પ્રભુ કરી દીધું હતું. 6 ઓક્ટોબર 2021ના રોજ બંનેના લગ્નના ચાર વર્ષ પૂરા થવાના હતા, પરંતુ તે પહેલા જ તેઓ અલગ થઈ ગયા હતા.