ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’નું ટ્રેલર આજે પટનાના ગાંધી મેદાનમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગ પહેલા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ગાંધી મેદાનમાં ચાહકોની ભારે ભીડ જામી છે. લગભગ 1 લાખ લોકો ગાંધી મેદાન પહોંચ્યા છે. ભીડે સ્ટેજ તરફ ચપ્પલ ફેંક્યા, ત્યારબાદ લોકો બેકાબૂ થવા લાગ્યા. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીનો ઉપયોગ કર્યો હતો. ગાંધી મેદાનમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને એક્ટ્રેસ રશ્મિકા મંદાનાને જોઈને ભીડ કાબૂ બહાર થઈ હતી. ગાંધી મેદાનમાં લગાવવામાં આવેલા 40 મીટર ઊંચા હોર્ડિંગ્સ પર લોકો ચઢી ગયા હતા. ‘પુષ્પા’ની ગરીબથી અમીર સુધીની સફર
વર્ષ 2021માં રિલીઝ થયેલી અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ બોક્સ ઓફિસ પર સુપર-ડુપર હિટ રહી હતી. લાલ ચંદનની દાણચોરીની આ વાર્તામાં ‘પુષ્પા’ની ગરીબથી અમીર બનવાની સફર બતાવવામાં આવી હતી. આ ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદાના પણ જોવા મળી હતી. લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી અને ત્યારથી દર્શકો તેના આગામી પાર્ટની રાહ જોઈ રહ્યા હતા. આખરે આજે ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. ઇન્ટરનેશનલ ખેલાડી બન્યો ‘પુષ્પા’
આ ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંડન્નાની સ્ફોટક સ્ટાઈલ જોવા મળી હતી. ટ્રેલરે ચાહકોને ખૂબ જ આશ્ચર્યચકિત કર્યા છે. જોરદાર એક્શનથી ભરપૂર ફિલ્મનું ટ્રેલર અલ્લુ અર્જુનના ચાહકોનું દિલ જીતી રહ્યું છે. ફિલ્મના બીજા ભાગમાં અલ્લુનો સીધો મુકાબલો ફહદ ફાસીલ સાથે થશે. કારણ કે અગાઉનો ભાગ પણ આ ટ્રેક પર પૂરો થયો હતો. ટ્રેલરમાં વિસ્ફોટક ડાયલોગ્સનો છાંટો, જેને સાંભળીને ફેન્સને તાળીઓ પાડવા મજબૂર કરી દે છે. ફિલ્મના ટ્રેલરમાં પાવરફુલ ડાયલોગ્સ પુષ્પા 2’ની સ્ટાર કાસ્ટ ‘પુષ્પા 2’ ની કાસ્ટ વિશે વાત કરવામાં આવે તો અલ્લુ અર્જુન સિવાય, રશ્મિકા મંદાના, ફહદ ફાસિલ, રાવ રમેશ, અનુસૂયા ભારદ્વાજ, અજય ઘોષ અને ધનંજયનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં જગપતિ બાબુ પણ જોવા મળશે. ફિલ્મ ક્યારે રિલીઝ થશે
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની શાનદાર કેમેસ્ટ્રીની ઝલક પણ ટ્રેલરમાં જોઈ શકાય છે. ફિલ્મ એકદમ પાવરફુલ લાગે છે. ફિલ્મનું ટ્રેલર બહાર આવતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર એકદમ વાઈરલ થઈ ગયું હતું. ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. રિલઝી પહેલાં જ અધધ…કમાણી!
મીડીયા રિપોર્ટ મુજબ આ ફિલ્મે રિલીઝ પહેલા જ 900 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, આ તેના OTTઅને સેટેલાઇટ રાઇટ્સની કમાણી છે. જોકે, ફિલ્મ મેકર્સ તરફથી આવું કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મના થિયેટર રાઇટ્સ 650 કરોડ રૂપિયામાં વેચાયા છે. 2021ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ
2021માં રિલીઝ થયેલી ‘પુષ્પાઃ ધ રાઇઝ’ એ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ હતી. તમામ વર્ઝન સહિત, આ ફિલ્મે લાઈફ ટાઈમ ઈન્ડિયામાં રૂ. 313 કરોડ અને વિશ્વભરમાં રૂ. 350 કરોડનો બિઝનેસ કર્યો હતો. સૌથી વધુ કમાણી કરનાર તેલુગુ ફિલ્મોની યાદીમાં તે છઠ્ઠા નંબર પર છે.