back to top
Homeદુનિયાભાસ્કર વિશેષ:હાડકાં પાસે સખતાઇથી કામ લો, કેલ્શિયમ-વિટામિન ડીની ઊણપ શોધવા માટે ફૂડ...

ભાસ્કર વિશેષ:હાડકાં પાસે સખતાઇથી કામ લો, કેલ્શિયમ-વિટામિન ડીની ઊણપ શોધવા માટે ફૂડ ડાયરી બનાવો, શરીરના સાંધા સ્વસ્થ હશે તો સ્વાસ્થ્ય સારું રહેશે

હાડકાં અને સાંધાઓની તંદુરસ્તી સંપૂર્ણ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે, પરંતુ આપણે તેના પર ધ્યાન આપતા નથી. યુનિવર્સિટી ઓફ ટેક્સાસના ઓર્થોપેડિક સર્જન ડૉ. ડેવિડ શૉ કહે છે કે કિશોરાવસ્થા પછી હાડકાંની ઘનતા ઓછી થવા લાગે છે. આનાથી ઑસ્ટિયોપોરોસિસ અને ફ્રેક્ચરનું જોખમ વધે છે. આવું થાય ત્યારે તેને સક્રિય કરી શકાતું નથી. આવન-જાવન કે વર્કઆઉટ પણ કરી શકતાં નથી. ધીમે ધીમે હૃદયની તંદુરસ્તી અને ચયાપચય બગડવા લાગે છે. હાડકાં સાથે સખતાઇથી કામ લો : યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડના ઓર્થોપેડિક સર્જન ડૉ. જેક સ્ટીલે જણાવ્યું હતું કે શરીરમાં બોન રિમોડેલિંગ પ્રક્રિયા ચાલુ રહે છે. એટલે કે જૂનું તૂટે છે, નવું બનતું રહે છે. તૂટેલા ભાગોને લોહી શોષી લેતું રહે છે. વજન ઉપાડવું, ચાલવું, સીડી ચઢવી, રમતગમત, પુશ-અપ્સ અને દોરડા કૂદવા જેવાં પરિબળો રિમોડેલિંગને અસર કરે છે. જે વિસ્તારોમાં હાડકાં પર તણાવ હોય છે ત્યાં ઘનતા વધે છે, આનાથી ઑસ્ટિયોપેનિયા અથવા ઑસ્ટિયોપોરોસિસ થઇ શકે છે અને નાની ઇજાઓથી પણ ફ્રેક્ચર થઇ શકે છે. દવાઓને ચેક કરો : ઓર્લાન્ડો હેલ્થ સેન્ટરના ડૉ. ક્રિસ્ટિન જેબ્લોન્સકીના જણાવ્યા અનુસાર કેટલીક દવાઓ હાડકાં પર પ્રતિકૂળ અસર કરી શકે છે. હાર્ટ બર્ન અને બ્લડ થિનર હેપરિનમાં વપરાતા પ્રોટોન પંપ ઇન્હિબિટર આ કેટેગરીમાં આવે છે. ક્રિસ્ટીન કહે છે ડૉક્ટર સાથે ચર્ચા કરો, તેઓ તમને આ દવાઓના વિકલ્પો સૂચવી શકે છે અથવા તમને થોડા દિવસ બંધ કરવાની સલાહ આપી શકે છે. પોષક તત્ત્વો લો: ડૉ. શૉ કહે છે કે, કેલ્શિયમ અને વિટામિન ડી હાડકાંની મજબૂતી માટે મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વો છે. જો કેલ્શિયમ પૂરતું ન હોય તો શરીર તેને હાડકાંમાંથી ખેંચવાનું શરૂ કરે છે. જ્યારે, વિટામિન ડી શરીરમાં કેલ્શિયમનો ઉપયોગ કરવામાં મદદ કરે છે. કેલ્શિયમ ડેરી ઉત્પાદનોમાંથી મળે છે. અડધો કલાકનો સૂર્યપ્રકાશ વિટામિન ડી પૂરું પાડે છે. સપ્લિમેન્ટ્સમાંથી મદદ : ડૉ. ક્રિસ્ટિન કહે છે કે જો તમને પૂરતું કૅલ્શિયમ અથવા વિટામિન ડી ન મળતું હોય તો તમે સપ્લિમેન્ટ્સ લઈ શકો છો. એક ફૂડડાયરી બનાવો, તેમાં તમારી ખાવાની દિનચર્યા લખો. આ તમને જણાવશે કે તમે એક દિવસમાં કેટલું કેલ્શિયમ લઈ શકો છો. જો તમને નિર્ધારિત જથ્થા કરતાં ઓછું મળી રહ્યું હોય તો તમે નિષ્ણાતની સલાહ લીધા પછી તમારા આહારમાં ફેરફાર કરી શકો છો. રિસ્ક ફેક્ટર ઘટાડો: ઓર્થોપેડિક સર્જન ડૉ. પામેલા મહેતાના જણાવ્યા અનુસાર વધતી ઉંમર સાથે પડી જવાના જોખમમાં ઘટાડો કરો. ઘરમાંથી અવ્યવસ્થિત વાયરિંગ અને લપસણી મેટ-ટાઈલ્સ તાત્કાલિક દૂર કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments