back to top
Homeબિઝનેસમુંબઈ RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:આરોપીએ કસ્ટમર કેરમાં ફોન કરીને કહ્યું- હું...

મુંબઈ RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:આરોપીએ કસ્ટમર કેરમાં ફોન કરીને કહ્યું- હું લશ્કરનો CEO છું; RBIને ધમકી બાદ મુંબઈ પોલીસ એક્શનમાં

ભારતીય રિઝર્વ બેંક (RBI)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. મુંબઈમાં આરબીઆઈ હેડક્વાર્ટરમાં કસ્ટમર કેર નંબર પર એક વ્યક્તિએ શનિવારે સવારે ફોન કરીને ધમકી આપી હતી. આરોપીએ પોતાને લશ્કર-એ-તૈયબાનો CEO ગણાવ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના કસ્ટમર કેર ડિપાર્ટમેન્ટને ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેના પછી મુંબઈ પોલીસે કેસ નોંધ્યો છે. શનિવારે સવારે લગભગ 10 વાગ્યે રિઝર્વ બેંકના કસ્ટમર કેર નંબર પર આ ફોન કરવામાં આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે તે લશ્કર-એ-તૈયબાનો CEO છે. ધમકી આપનાર વ્યક્તિ પાછળનો રસ્તો બંધ કરો, ઈલેક્ટ્રિક કાર ખરાબ થઈ ગઈ છે તેમ કહીને ફોન કટ કરી નાંખ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી હતી આ ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. ધમકીભર્યા ફોનને ગંભીરતાથી લેતા, ભારતીય રિઝર્વ બેંકના સિક્યોરિટી ગાર્ડ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુંબઈ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. કોઈ તોફાની તત્વોએ આ કૃત્ય કર્યું હોવાની આશંકા છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે અને વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. આ પહેલા મુંબઈ એરપોર્ટને પણ ધમકી મળી હતી આ પહેલા મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મુંબઈ ડોમેસ્ટિક એરપોર્ટ (T1) પર CISF કંટ્રોલ રૂમને બુધવારે બપોરે ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે એક વ્યક્તિ મુંબઈથી અઝરબૈજાન તરફ વિસ્ફોટક સામગ્રી લઈને જઈ રહ્યો છે. આ કોલથી એરપોર્ટ પર અફરા-તફરી મચી ગઈ હતી. CISFની ટીમે તરત જ મામલાને ગંભીરતાથી લીધો અને સહાર પોલીસ સ્ટેશનને એલર્ટ કર્યું, જેના પગલે પોલીસ કર્મચારીઓની એક ટીમ એરપોર્ટ પર તહેનાત કરવામાં આવી અને વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી હતી. ફોન કરનારે કોઈ ચોક્કસ ફ્લાઇટનો ઉલ્લેખ કર્યો ન હતો. અધિકારીઓએ આ કોલની તપાસ શરૂ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments