back to top
Homeગુજરાતસૌરાષ્ટ્રના મિની ગિફ્ટ સીટીને 538 કરોડના ખર્ચે સ્માર્ટ સુવિધાઓ:વિદેશી સિસ્ટમવાળા સ્પીડબ્રેકર ઓવરસ્પીડિંગ...

સૌરાષ્ટ્રના મિની ગિફ્ટ સીટીને 538 કરોડના ખર્ચે સ્માર્ટ સુવિધાઓ:વિદેશી સિસ્ટમવાળા સ્પીડબ્રેકર ઓવરસ્પીડિંગ પર કંટ્રોલ લાવશે તો ગ્રીન બેલ્ટ એનર્જી સિસ્ટમ વીજળી બચાવશે, અટલ સિટી નામ આપવા દરખાસ્ત

દેશનાં 100 સ્માર્ટ સિટીમાં રાજકોટનો સમાવેશ કરાયો હતો. જેને લઈને રાજકોટની ભાગોળે 930 એકર જેટલી વિશાળ જગ્યામાં વર્ષ 2019થી સ્માર્ટ સીટીનું કામ ચાલી રહ્યું છે. જેમાં અટલ સરોવરનું ચૂંટણી પૂર્વે ઉદ્ઘાટન બાદ હવે સ્માર્ટ સીટીમાં રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર (આધુનિક માળખાકીયા સુવિધાઓ)નું કામ પૂર્ણ થતા આ આધુનિક સ્માર્ટ સીટીના લોકાર્પણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રીનો સમય માંગવામાં આવ્યો છે. મનપા પદાધિકારીઓએ આ અંગે સરકારને તમામ વિગતો મોકલી આપી છે. ડિસેમ્બર અંતમાં લોકાર્પણ થાય એવી સંભાવના
રાજકોટ કોર્પોરેશનનાં ડે. કમિશ્નર સી. કે. નંદાણીનાં જણાવ્યા મુજબ રાજકોટનાં સ્માર્ટ સિટી પ્રોજેકટને દેશના 100 શહેરોમાં સ્થાન મળ્યું છે. જેમાં અત્યાર સુધી ફાળવાયેલા મોટાભાગના કામ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ પૈકી અગાઉ અટલ સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર (આધુનિક માળખાકીયા સુવિધાઓ)નું કામ પણ પૂર્ણ થયું છે. જેને લઈને ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. હાલ આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સમય માંગવામાં આવ્યો છે અને આ સમય મળતાં જ ચાલુ મહિનાનાં અંતમાં કે ડિસેમ્બરની શરૂઆતમાં તેનું લોકાર્પણ કરી દેવામાં આવે એવી શક્યતા છે. સ્માર્ટ સીટીને અટલ સીટી નામ આપવા દરખાસ્ત મૂકાઈ
કુલ રૂ. 1000 કરોડના સ્માર્ટ સીટી પ્રોજેકટમાં હવે માત્ર પાન સીટીનું કામ ચાલી રહ્યું છે. જે પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. અટલ સરોવરનું લોકાર્પણ થઈ ગયા બાદ હવે સ્માર્ટ સીટીનું કામ પુરૂ થતા મનપા દ્વારા અટલ સીટી નામકરણ કરવા માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. સમાજ કલ્યાણ વિભાગે ઠરાવ કરીને જનરલ બોર્ડને મોકલતા મંગળવારે મળનારી સભામાં આ નામકરણ મંજૂર કરવામાં આવ્યા બાદ રાજકોટનું સ્માર્ટ સિટી અટલ સિટી તરીકે ઓળખાશે. સૌરાષ્ટ્રનું પ્રથમ મિની ગિફ્ટ સીટી
દેશના 100 સ્માર્ટ સિટીમાં એકમાત્ર એવા રાજકોટના 930 એકરમાં પથરાયેલા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી એરિયામાં અટલ સરોવર આકર્ષણનું કેન્દ્ર બન્યા બાદ હવે રૂપિયા 538 કરોડના ખર્ચે બનેલા સૌરાષ્ટ્રના પ્રથમ મિની ગિફ્ટ સિટી સમાન રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે. જેમાં 26 જેટલા બગીચાઓ છે. જેમાં પર્યાવરણની જાળવણી માટે દર વર્ષે 50 હજાર વૃક્ષોનું વાવેતર સદભાવના ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવશે. ઈલેક્ટ્રિક બસનું ચાર્જીંગ સ્ટેશન પણ ઉભું કરાયું
આ ઉપરાંત સ્માર્ટ સીટી વિસ્તારમાં સ્વાતંત્ર્ય સેનાનીની સ્મૃતિરૂપે આઠ એકરમાં શહિદપાર્ક ઉભો કરવામાં આવી રહ્યો છે. જ્યારે રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત કુલ 17 કિ.મી.માં 18 મીટરથી લઈ 60 મીટરના રોડ બનાવવામાં આવ્યા છે. જ્યારે 11 કિલોમીટરથી વધુ વિસ્તારમાં BRTS રૂટ બનાવવામાં આવ્યા છે. સાથોસાથ ઇલેક્ટ્રિક બસનું ચાર્જીંગ સ્ટેશન પણ ઉભું કરવામાં આવ્યું છે. રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત 14 કિલોમીટર વિસ્તારમાં સાયકલ ટ્રેકની સગવડતા પણ ઉભી કરવામાં આવશે. ગ્રીન બેલ્ટ એનર્જી સિસ્ટમ ઉભી કરાઈ
સ્માર્ટ સીટીમાં મોબાઇલ, ટેલિફોન કે વીજ કંપનીના કેબલ માટે અવારનવાર રોડ-રસ્તાનું ખોદકામ ન થાય તે માટે સ્માર્ટ સીટી વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ કેબલ તેમજ વોટર સપ્લાય માટે અંડર ગ્રાઉન્ડ લાઇનની સગવડતા ઉભી કરવામાં આવી છે. સ્માર્ટ સીટીમાં સૌપ્રથમ સ્માર્ટ લાઈવ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે, જેનું કામ પૂર્ણતાના આરે આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઈલેક્ટ્રીક કેબલ અંડરગ્રાઉન્ડ હોવાની સાથે જરૂરિયાત મુજબ પાવર સપ્લાય થાય તે મુજબની ગ્રીન બેલ્ટ એનર્જી સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. આ સ્માર્ટ લાઈટ પ્રોજેક્ટના કારણે વધુ માત્રામાં એનર્જી સેવીંગ થશે અને ભવિષ્યમાં આ વિસ્તારમાં સોલાર સિસ્ટમ ઉભી કરવામાં આવશે. વિદેશી સિસ્ટમવાળા સ્પીડબ્રેકર ઓવરસ્પીડિંગ પર કંટ્રોલ લાવશે
રોબસ્ટ ઈન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંતર્ગત અટલ સ્માર્ટ સીટી વિસ્તારમાં નવા રસ્તા તેમજ BRTSની સાથોસાથ વિદેશમાં જ હાલમાં જે સિસ્ટમ ચાલુ છે, તે કનસેપ્ટ મુજબ અલગ-અલગ પ્રકારના સ્પીડ બ્રેકરો બનાવવામાં આવ્યા છે. આ પ્રકારના સ્પીડબ્રેકરો દ્વારા વાહન કંટ્રોલ કરી શકાશે. જ્યારે કોઈપણ રાહદારી રોડ ક્રોસ કરતા હોય અને તે સમયે કોઈ વાહન સ્પીડમાં આવતુ હોય તો સ્પીડબ્રેકર સિસ્ટમ દ્વારા તેની સ્પીડ આપમેળે જ ધીમી પાડી દેવાય તેવી ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારણે અકસ્માતોનું જોખમ પણ ઘટશે. 538 કરોડના ખર્ચે સ્માર્ટ સીટીને સ્માર્ટ સુવિધાઓ
ઉલ્લેખનીય છે કે, ચાલુ માસના અંત સુધીમાં અથવા ડિસેમ્બરના પ્રારંભે આ પ્રોજેકટનું લોકાર્પણ થશે. સ્માર્ટ સીટી 930 એકર જગ્યામાં ખાસ બનેલી રૈયા ટીપી નં. 32માં વિકસાવવામાં આવ્યું છે. કુલ રૂપિયા 538 કરોડના પ્રોજેકટમાં વિશાળ રસ્તાઓ, 80થી 200 ફુટ સુધીના સ્માર્ટ રોડ, ગાર્ડન, આધુનિક ડ્રેનેજ અને 24 કલાક પાણી આપી શકે એવી પાઇપલાઇનો, BRTS બસ, ટ્રાફિક નિયમન સહિતની સુવિધાઓ ઉભી કરાઇ છે. જોકે, BSNLની કંપની દ્વારા આઇટી પ્રોજેકટ પૂરો કરવામાં આવ્યો નથી. આથી, આ પૂરતુ કામ બાકી હોવાથી તે પૂર્ણ કરવા હાલ અધિકારીઓ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments