સાબરકાંઠા જિલ્લામાં 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થતાં આજથી શાળામાં શિક્ષણકાર્ય શરુ થયું હતું. જેને લઈને સુમસામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓનો કોલાહલ સાંભળવા મળ્યો હતો. 21 દિવસના દિવાળી વેકેશન પૂર્ણ થતાં સોમવારે સ્કૂલોમાં બીજા સત્રનું શિક્ષણકાર્ય શરુ થયું હતું. સાબરકાંઠા જિલ્લામાં ધો 1થી 7માં પ્રાથમિક વિભાગમાં 1297 શાળાઓ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક 350 શાળાઓ મળીને કુલ 1647 શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરુ થયું હતું. રાબેતા મુજબ સમયે શાળામાં વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ શરુ થયો હતો. 21 દિવસથી સુમસામ સ્કૂલો વિદ્યાર્થીઓના કોલાહાલથી ગુંજી ઉઠી હતી. આજે વેકેશન બાદ શાળામાં વિદ્યાર્થીઓની હાજરી પાંખી જોવા મળી હતી. વિદ્યાર્થીઓ પ્રાર્થના કર્યા બાદ વર્ગ શિક્ષકને પગે લાગી સાલ મુબારક કર્યું હતું. જયારે વર્ગમાં વિધાર્થીઓએ એક બીજાને નવા વર્ષની શુભકામનાઓ આપી હતી. ત્યાર બાદ શૈક્ષણિક કાર્ય શરુ થયું હતું.