અમરેલી જિલ્લામા છેલ્લા કેટલાક દિવસથી સિંહોના વીડિયો સોશ્યલ મીડિયામાં સતત વાયરલ થય રહ્યા છે. સિંહો રહેણાંક મકાન માર્ગો શેરીઓમાં ફરી રહ્યા છે, ત્યારે વધુ એક વીડિયો વાયરલ થયો છે. રાજુલા તાલુકામાં આવેલ પીપાવાવ પોર્ટના ગેટ નંબર 1 બહાર નીકળવાના માર્ગે એક સાથે 4 સાવજો વચ્ચે આખલો જોઇ સિંહો શિકારની શોધમાં નજીક આવ્યા હતી, પરંતું શિકાર કરવા માટે 4 સાવજો હોવા છતાં છલાંગ લગાવી શિકાર કરવાની હિંમત નહોતી કરી શક્યા. આ દરમિયાન આખલો આખલો ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના આસપાસના લોકોએ મોબાઈલમાં વીડિયો ઉતારતા સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. વહેલી સવારે 5 સાવજો માર્ગો ઉપર આવ્યા
બીજી તરફ રાજુલા તાલુકાના કોવાયા પાસે આવેલ ઇકોમ્પ્લેક્ષ પાસે 5 સાવજો વહેલી સવારે અચાનક માર્ગો ઉપર આવી જતા વાહન ચાલકો થભી ગયા હતા. અચાનક વાહન ચાલકોને સિંહોનો ભેટો થયો હતો એક સાથે 5 સાવજો માર્ગો ઉપર નીકળતા વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે, એમ અલગ અલગ બે વીડિયો સિંહોના વાયરલ થયા છે. 2 દિવસ પહેલા ભેંસો પાછળ દોડતાં સિંહ ભાગ્યો હતો
રાજુલા જાફરાબાદ પંથકમાં અલગ અલગ સિંહોના કિસ્સા સામે આવી રહ્યા છે, સિંહોની મુમેન્ટ બદલાય હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. અહીં 2 દિવસ પહેલા રાજુલાના ભેરાઈ ગામ નજીક સીમમાં સિંહ આવતા પશુ ભેંસો પાછળ દોડી સિંહ જીવ બચાવવા ઉભી પૂછડીએ ભાગ્યો હતો.