સેન્ટર ફોર ચાઈલ્ડ રાઈટ્સ એડવોકેસીએ સેન્ટર ફોર સોશિયલ જસ્ટીસ, ઈન્સ્ટીટ્યુટ ઓફ લો, નિરમા યુનિવર્સિટીના સહયોગથી યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન એજ્યુકેશન ફંડ (યુનિસેફ) અને સૌહાર્ડ એનજીઓ સાથે મળીને “બાળ અધિકાર કાયદા” પર તા. 14 નવેમ્બર 2024ના રોજ એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપમાં સૌહાર્દના સીઈઓ દિવ્યા ભાગિયા, પ્રયાસ એનજીઓના પ્રતિનિધિ ઇન્દ્રજીત ચૌહાણ, શાંતિ અને સમાનતા સેલ, NGOના પ્રીતા ઝા, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સચિવ રાહુલ ત્રિવેદી અને ILNUના લો પ્રોફેસર ડૉ. ધર્મંગ બક્ષીએ બાળ અધિકારોના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.