અમદાવાદનો યુવક કડી ખાતે આવી રહ્યો હતો. જે દરમિયાન કડી તાલુકાના વામજ રોડ ઉપર આવેલ નર્સરી પાસે પહોંચતા અચાનક જ સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા રોડની સાઈડમાં પછડાયો હતો. જ્યાં તેને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેનું મોત થતાં રાહદારીઓ દ્વારા તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જેથી કડી પોલીસ અને પરિવારજનો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે કુંડાળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી હતી.
રવિવારે સાંજે અમદાવાદના ચાંદલોડિયા ખાતે રહેતા જીગ્નેશભાઈ પટેલ પોતાનું બાઈક બાઈક નંબર GJ-1-FY-1852 લઈને પરિવારમાં સામાજિક પ્રસંગ હોવાથી કંકોત્રી લઈને કડી આવી રહ્યા હતા. જ્યાં તેઓ કડી તાલુકાના વામજ રોડ ઉપર આવેલ નર્સરી ખાતે પહોંચતા અચાનક જ બાઈકના સ્ટેજ ઉપરનો કાબુ ગુમાવી દેતા તેઓ રોડની સાઈડમાં પછડાયા હતા અને તેઓને ગંભીર રીતે જાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યાં રોડ ઉપર નીકળતા રાહદારીઓ દ્વારા અકસ્માત થતા જીગ્નેશભાઈ પટેલના પરિવારજનોને જાણ કરવામાં આવેલી હતી જ્યાં ઘટનાસ્થળે પરિવારજનો આવી પહોંચ્યા હતા. આ બનાવ અંગે કડી પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળે દોડી આવી હતી. મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે કુંડાળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.