back to top
Homeમનોરંજન'કાંતારા ધ લિજેન્ડઃ પાર્ટ 1'ની રિલીઝ ડેટ જાહેર:દશેરા પર રિષભ શેટ્ટી મચાવશે...

‘કાંતારા ધ લિજેન્ડઃ પાર્ટ 1’ની રિલીઝ ડેટ જાહેર:દશેરા પર રિષભ શેટ્ટી મચાવશે ધમાલ, ‘કંતારા’નું વર્લ્ડ વાઈડ કલેક્શન ‘પુષ્પા’થી પણ વધુ હતું

કન્નડ ફિલ્મ સ્ટાર અને ફિલ્મ મેકર્સ રિષભ શેટ્ટીએ 2022માં મોટી સરપ્રાઈઝ હિટ ફિલ્મ આપી હતી. પૌરાણિક કથાઓ પર આધારિત ‘કંતારા’ને પહેલા જ દિવસથી ખૂબ પ્રશંસા મળી હતી. અત્યાર સુધી, લોકો માટે અજાણ્યાં એવા રિષભ શેટ્ટીએ આ ફિલ્મ સાથે એવી બ્લોકબસ્ટર ડિલિવરી કરી કે જેણે અલ્લુ અર્જુન જેવા મોટા સ્ટારની ફિલ્મ ‘પુષ્પા પાર્ટ 1’ કરતાં વધુ વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન કર્યું. ‘કાંતારા’ની પ્રિક્વલ ‘કાંતારા ધ લિજેન્ડઃ પાર્ટ 1”ની રિલીઝ ડેટ જાહેર કરી છે. ‘કાંતારા ધ લિજેન્ડઃ પાર્ટ 1’ની રિલીઝ ડેટ જાહેર
‘કાંતારા ધ લિજેન્ડઃ પાર્ટ 1’નો ફર્સ્ટ લૂક જોયો ત્યારથી લોકો તેની રાહ જોઈ રહ્યા છે. હવે રિષભે નવા પોસ્ટર સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ શેર કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરતી વખતે તેણે લખ્યું, ‘તે ક્ષણ આવી ગઈ છે. પવિત્ર વનમાં ધૂમ મચાવવા માંડી છે. 2જી ઑક્ટોબર 2025ના રોજ વર્લ્ડ વાઈડ ગ્રાન્ડ રિલીઝ. રિષભ દશેરા પર કરશે ધમાકો
રિષભ શેટ્ટીની ‘કંતારા ધ લિજેન્ડઃ પાર્ટ 1’ પૌરાણિક કથાની મૂળ વાર્તા લાવી રહી છે જેના પર ‘કંતારા’ની સ્ટોરી આધારિત હતી. પ્રથમ ફિલ્મમાં, રિષભનું મુખ્ય પાત્ર શિવ વન દેવ પંજુર્લી અને ગુલિગાની સ્ટોરી બતાવવાનું માધ્યમ બન્યું હતું. હવે ‘કાંતારા ધ લિજેન્ડઃ પાર્ટ 1’માં રિષભ આ જંગલ દેવતાઓની વાર્તાને મોટા પડદા પર લાવી રહ્યો છે. આ રિલીઝ ડેટ ફિલ્મને મોટો ફાયદો કરાવશે
2025 માં, દશેરા 2જી ઓક્ટોબરના રોજ હશે અને આ દિવસે, ‘કંતારા ધ લિજેન્ડ: પાર્ટ 1’ જેવી પૌરાણિક કથા થિયેટરોમાં મોટી ધૂમ મચાવી શકે છે. તેના ઉપર, આ દિવસે ગાંધી જયંતિની રાષ્ટ્રીય રજા પણ છે અને 2 ઓક્ટોબરને ગુરુવાર છે. આવી સ્થિતિમાં ‘કાંતારા ધ લિજેન્ડઃ પાર્ટ 1’ને થિયેટરોમાં એક લાંબો અઠવાડિયું મળશે. ‘પુષ્પા’ કરતાં પણ વધુ કમાણી કરી હતી
જ્યાં અલ્લુ અર્જુનની પ્રથમ પાન ઈન્ડિયા રિલીઝ ‘પુષ્પા’ એ વિશ્વભરમાં 350 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. ‘કંતારા’નું વર્લ્ડ વાઈડ ગ્રોસ કલેક્શન રૂ. 400 કરોડથી વધુ હતું. હિન્દી દર્શકોમાં પહેલેથી જ લોકપ્રિય અલ્લુ અર્જુનની ફિલ્મે હિન્દીમાં 100 કરોડથી વધુની કમાણી કરી હતી. જ્યારે હિન્દી દર્શકો માટે એક્ટર રિષભ શેટ્ટીની ફિલ્મ ‘કંતારા’, જે હિન્દી દર્શકો માટે સંપૂર્ણપણે નવી હતી, તેણે હિન્દીમાં 85 કરોડ રૂપિયાનું જોરદાર કલેક્શન કર્યું હતું અને ‘પુષ્પા’ની નજીક આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments