એક્ટ્રેસ કાશ્મીરા શાહ તાજેતરમાં જ માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માત ઘણો મોટો હતો, જેમાં અભિનેત્રી પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. હવે અભિનેત્રીએ દુર્ઘટના પછીની તસવીરો શેર કરી છે, જેમાં ઈજાને સાફ કરતી વખતે ઘણા નેપકિન્સ લોહીથી ખરડાયેલા હતા. કાશ્મીરા શાહે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો બતાવતા લખ્યું છે – મને બચાવવા માટે ભગવાનનો આભાર. તે ખૂબ જ ભયાનક અકસ્માત હતો. જે કાંઈ મોટું થવાનું હતું, તે નાનામાં સમેટાઈ ગયું. આશા છે કે હવે કંઈ ડરામણું થશે નહીં. દરેક દિવસની દરેક ક્ષણ જીવો. પાછા આવવા માટે રાહ જોઈ શકતા નથી. ખરેખર મારા પરિવારને યાદ કરી રહી છું. કાશ્મીરાના પતિ કોમેડિયન અને એક્ટર કૃષ્ણા અભિષેકે પોતાની પોસ્ટમાં લખ્યું, ભગવાનનો આભાર તમે ઠીક છો. કાશ્મીરા શાહના નજીકના મિત્રોમાંથી એક દીપશિખા નાગપાલે લખ્યું, શું? કૃપા કરીને જલ્દી પાછા આવો. મુનિષા ખટવાણીએ લખ્યું છે, ભગવાનનો આભાર. અભિનેત્રી તનાઝ ઈરાનીએ લખ્યું છે કે, હે ભગવાન, આ બહુ ડરામણું છે. આશા છે કે તમે હવે ઠીક છો. અભિનેતા રાજેશ ખટ્ટરે કાશ્મીરાની પોસ્ટમાં લખ્યું, હે ભગવાન, કાશ્મીરાને શું થયું. આશા છે કે બધું સારું છે. અર્ચના પુરણ સિંહ લખે છે, ઓહ ગોડ કાસ, આશા છે કે હવે બધું સારું થઈ જશે ડિયર. થોડા સમય પહેલા કાશ્મીરા શાહ તેના મિત્રના લગ્નમાં હાજરી આપવા આવી હતી, જ્યાંથી તેણે મહેંદી સેરેમનીનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. કાશ્મીરીનો અકસ્માત ક્યાં અને કેવી રીતે થયો તે સંબંધિત કોઈ માહિતી બહાર આવી નથી. કરિયરની વાત કરીએ તો, કાશ્મીરા શાહ તાજેતરમાં પતિ કૃષ્ણા અભિષેક સાથે રિયાલિટી કૂકિંગ શો લાફ્ટર શેફનો ભાગ બની હતી.