જામનગર શહેરમાં બીજી વખત માતા-પિતા વિહોણી દિકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા. તપોવન ફાઉન્ડેશનના ફાઉન્ડર રાજનભાઈ જાની અને સ્થાપક તેમજ ટ્રસ્ટી અને પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી દ્વારા માતા- પિતા વિહોણી 16 દીકરીઓના લગ્ન ભવ્ય રીતે કરાવ્યા હતા. જામનગરની તપોવન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા માતા-પિતા વિહોણી સર્વ જ્ઞાતિની 16 દિકરીઓના કન્યાદાન લગ્નમહોત્સવ ધામધુમથી ઉજવાયા હતા. આ સમુહ લગ્નોમાં નવવધુ બનવા જઈ રહેલી તમામ દિકરીઓનું પુજન કરવામાં આવ્યું હતું. તેમજ જે દંપતીઓને દિકરીની ખોટ છે. તેવા દંપતિઓએ ભાવ પૂર્વક કન્યાદાન કર્યું હતું. ખાસ ગોરાક્ષનાથ આશ્રમના શેરનાથ બાપુ, કૃષ્ણમણી મહારાજ મુક્તાનંદજી બાપુ સહિત સામાજિક અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહી તમામ દીકરીઓને આશીર્વાદ આપ્યાં હતા. તમામ 16 દીકરીઓ ઉપર ભવ્ય પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને લગ્ન ઉત્સવમાં આવેલા સાધુ-સંતો તેમજ અલગ અલગ સમાજના આગેવાનો સહિત રાજકીય મહેમાનો દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આ માતા-પિતા વિહોણી તેમજ પિતા વિહોણી દીકરીના જામનગરમાં બીજી વખત માતા-પિતા વિહોણી દીકરીઓના ભવ્ય કન્યાદાન લગ્નઉત્સવ યોજાયા હતા. તપોવન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ઓશવાળ સેન્ટર ખાતે માં આયોજિત કન્યાદાન લગ્નોત્સવમાં સંસ્થા દ્વારા તમામ દિકરીઓને લાખો રૂપિયાનો કરિયાવર આપ્યો હતો જ્યારે માતા-પિતા પોતાની દીકરીને પણ ન આપે તેવો કરિયાવર આપવામાં આવ્યો હતો. જેમાં આણામાં સોના-ચાંદી દાગીના, ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં રેફ્રિજરેટર ,ઘરઘંટી, વોશિંગ મશીન કુલર, માંડીને કબાટ, ફુલ ફર્નિચર સેટી-પલંગ, ટેબલ, ટોસ્ટર, કુલર જેવી ઘર ઉપયોગી 150 થી વધુ વસ્તુઓ કરિયાવર તરીકે સુપ્રત કરી દેવામાં આવી હતી. તેમજ કન્યાઓની મહેંદી, બ્યુટી પાર્લરની,16 વરરાજાઓના 4 બગીઓમાં સામુહિક વરઘોડાની તેમજ બંન્ને પક્ષોના મર્યાદિત સગા-સબંધીઓના સમુહ જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રસંગને પાર પાડવા સંસ્થાની 30 કમિટીઓના 150 થી વધુ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. તમામ માર્ગદર્શન તપોવન ફાઉન્ડેશનના સ્થાપક રાજન જાની, ટ્રસ્ટી વસુબેન ત્રિવેદી, પરેશ જાની તેમજ સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ અને સમાજના ટ્રસ્ટી નરેન્દ્ર ત્રિવેદીએ પુરું પાડ્યું હતું. નવદંપતિઓને આશીર્વાદ આપવા ખાસ ભવનાથ જુનાગઢના ખાતેના ગૌરક્ષક આશ્રમના શેરનાથબાપુ, , કૃષ્ણમણિ મહારાજ તેમજ ધારાસભ્ય રિવાબા જાડેજા સહિત સંતો મહંતો અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.