રાણપુર શહેરમાં આવેલ સીરી ગ્રાઉન્ડ ઉપર 3000 જેટલી વિદેશી દારૂની બોટલ અને બિયરના જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં કોર્ટના હુકમ મુજબ 2023 અને 2024માં જે વિદેશી દારૂ પકડાયો હતો. તે દારૂ તેમજ બીયરની બોટલના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. રાણપુર શહેરમાં આવેલ શીરીના ગ્રાઉન્ડમાં કુલ 8,50,000ની કીંમતની 3000 જેટલી ઇંગ્લિશ દારૂની બોટલો તેમજ બીયરના જથ્થા ઉપર રોડ રોલર ચલાવીને નાશ કરવામાં આવ્યો હતો. જેમાં બોટાદ જિલ્લાના ડી.વાય.એસ.પી. આહીર તેમજ બરવાળા પ્રાંત અધિકારી ચોધરી તેમજ રાણપુર મામલતદાર ગોહિલ તેમજ રાણપુર પોલીસ સ્ટેશન પીઆઈ પોલીસ તેમજ પોલીસ સ્ટાફ અને મામલતદાર કચેરી સ્ટાફ હાજર રહીને જથ્થોનો નાશ કરવામાં આવ્યો હતો.