દિલ્હીમાં વાયુ પ્રદૂષણને રોકવા માટેના પગલાં લાગુ કરવાની માંગ કરતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ કેસની સુનાવણી જસ્ટિસ અભય એસ ઓક અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચમાં થશે. એમિક્સ ક્યૂરી (Amicus Curiae) સીનિયર એડવોકેટ અપરાજિતા સિંહની અપીલ પર આ કેસ નોંધવામાં આવ્યો છે. જેમણે દિલ્હીની વર્તમાન સ્થિતિને જોતા તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. 14 નવેમ્બરના રોજ એમિકસ ક્યુરીએ કહ્યું હતું – દિલ્હી સરકારે પ્રદૂષણ માટે કંઈ કર્યું નથી, સ્થિતિ ગંભીર છે. દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર ન બને. આ પછી કોર્ટે સુનાવણી 18 નવેમ્બરે નક્કી કરી હતી. આ મામલો દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણ સામે તકેદારી સંબંધિત છે. જે એમ.સી.મહેતા દ્વારા દાખલ કરવામાં આવી છે. તે NCR રાજ્યોમાં વાહનોનું પ્રદૂષણ, ઘન કચરાનું વ્યવસ્થાપન અને પરાલી સળગાવવા જેવા મુદ્દાઓને આવરી લે છે. અહીં, દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ના ચોથા તબક્કાનો અમલ કર્યો છે. તેના નિયમો સવારે 8 વાગ્યાથી લાગુ થશે. છેલ્લી સુનાવણી અને કોર્ટના 2 નિવેદનો…