દિવાળી પર્વનું શાળાઓમાં 21 દિવસનું વેકેશન આપવામાં આવ્યું હતું જે આજે પૂર્ણ થતાં વલસાડ જિલ્લાની તમામ શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠી હતી. જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક તમામ શાળાઓમાં કુલ 85% વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી. વલસાડ જિલ્લા સહિત રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું 21 દિવસનું વેકેશન પૂર્ણ થતાં આજથી વલસાડ જિલ્લા સહિત રાજ્યની તમામ શાળાઓ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠી હતી. બીજા સત્રની શાળાઓ વિદ્યાર્થીઓ માટે મહત્વ પૂર્ણ રહે છે. બીજા સત્રમાં શાળા શરૂ થતાં વિદ્યાર્થીઓ પણ ઉત્સાહ સાથે અભ્યાસ કાર્યમાં જોતરાયા હતા. દિવાળીના વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓએ કરેલી મજા અંગે વિદ્યાર્થીઓએ એક બીજાને જાણકારી આપી હતી. શાળાના બીજા સત્રના મહત્વ અંગે શિક્ષકોએ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે આ સત્રમાં ચાલુ સત્રની ફાઇનલ પરીક્ષા પણ આવવાની હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં ચોક્કસ ધ્યાન આપવા માર્ગદર્શન આપ્યું હતું. શાળામાં બીજા સત્રના અભ્યાસ ક્રમની શરૂઆત કરી હતી.