back to top
Homeગુજરાતદ્વારકા ખંભાળિયા ક્રાઇમ ન્યૂઝ:ઓખામાં બોટમાં સૂતેલા માછીમાર વૃદ્ધને હૃદયરોગનો જીવલેણ હુમલો, લગ્ન...

દ્વારકા ખંભાળિયા ક્રાઇમ ન્યૂઝ:ઓખામાં બોટમાં સૂતેલા માછીમાર વૃદ્ધને હૃદયરોગનો જીવલેણ હુમલો, લગ્ન કરવાની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ, ઘુમલી ગામના વૃદ્ધ ઉપર શેઢા પાડોશી દ્વારા હુમલો

ઓખામાં બોટમાં સૂતેલા માછીમાર વૃદ્ધને હૃદયરોગનો હુમલો
વલસાડ તાલુકાના જોરાવાસણ વિસ્તારના મૂળ રહીશ અને હાલ ઓખામાં આર.કે. બંદર વિસ્તારમાં રહેતા ગાંડાભાઈ ભીખાભાઈ પટેલ નામના 62 વર્ષના માછીમાર વૃદ્ધ રવિવારે પારસમણિ નામની બોટમાં સુતા હતા. ત્યારે નિંદ્રાધીન અવસ્થામાં હૃદયરોગનો હુમલો આવી જતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ રાજેશભાઈ છોટુભાઈ ટંડેલ (ઉ.વ. 45)એ ઓખા મરીન પોલીસને કરી છે. લગ્ન કરવાની લાલચ આપી, યુવતી પર દુષ્કર્મ
ભાણવડ તાલુકામાં રહેતી 23 વર્ષની એક યુવતી એક આસામીના ખેતરમાં કામ કરતી હોય, તેણીને ભાણવડના ગુંદા ગામ ખાતે રહેતા દીપુ માલદે ખૂંટી નામના શખ્સ દ્વારા લગ્ન કરવાની લાલચ આપીને અવારનવાર શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો. આ પછી પણ આરોપી દ્વારા ફરિયાદી યુવતી સાથે લગ્ન ન કરતા આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ભાણવડ પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદ પરથી આરોપી દીપુ ખૂંટી સાથે સામે દુષ્કર્મ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી. મોટરસાયકલ ચલાવવા બાબતે ભાણવડના યુવાન ઉપર હુમલો
ભાણવડના ચમારવાસ વિસ્તારમાં રહેતા લખમણભાઈ પાલાભાઈ સોલંકી નામના 41 વર્ષના યુવાનના પુત્ર દ્વારા મોટરસાયકલ ચલાવવા બાબતનો ખાર રાખીને અગાઉ થયેલા ઝઘડા સંદર્ભે આરોપી ભરત બાવનભાઈ બાટા, તુષાર લખુભાઈ બગડા, ખુશાલ રમેશભાઈ ચાડપા, અને દેવ ભરતભાઈ સોનગરા નામના ચાર શખ્સો દ્વારા ફરિયાદી લખમણભાઈને બિભત્સ ગાળો કાઢી, બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. ઘુમલી ગામના વૃદ્ધ ઉપર શેઢા પાડોશી દ્વારા હુમલો
ભાણવડ તાલુકાના ઘુમલી ગામે રહેતા માલાભાઈ બધાભાઈ ભરવાડ નામના 85 વર્ષના વૃદ્ધની જમીનની વાડીના શેઢા બાબતે છેલ્લા બે વર્ષથી ચાલતા મન દુઃખ વચ્ચે આ જ વિસ્તારમાં રહેતા માવજીભાઈ જગાભાઈ સતવારા દ્વારા “શું અમારી ઉપર ખોટા કેસ અને લેન્ડ ગ્રેબીંગના કેસ કરો છો?”- તેમ કહીને ઢીકા-પાટુનો માર મારી, ઈજાઓ કર્યાની અને ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાઈ છે. દ્વારકા નજીક કારની ઠોકરે બાઈક સવાર ઈજાગ્રસ્ત
ઓખા મંડળના સુરજકરાડી વિસ્તારમાં રહેતા હરીશભાઈ કિશોરભાઈ પરમાર નામના 51 વર્ષના લુહાર આધેડ તેમની સાથે તેમના મિત્ર વેજાભાઈને લઈને તેમના જી.જે. 37 એન. 6940 નંબરના મોટરસાયકલ પર બેસીને દ્વારકાથી મીઠાપુર તરફ આવી રહ્યા હતા. ત્યારે વરવાળા ગામની ટી.બી. હોસ્પિટલ પાસેથી પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા મોટરકારના ચાલકે તેમને અડફેટે લેતા બાઈક ચાલક હરીશભાઈ પરમાર તેમજ વેજાભાઈને શરીરના જુદા જુદા ભાગોમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ અકસ્માત સર્જીને આરોપી વાહન ચાલક પોતાનું વાહન લઇને નાસી છૂટ્યો હોવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે હરીશભાઈ કિશોરભાઈ પરમારની ફરિયાદ પરથી અજાણ્યા કારના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments