આઠમમાં બાધા પૂરી કરી પરત ફરતા પરિવારની બાઈક આગળ કૂતરું આવી જતા ત્રણને ઇજા
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના જુનવદ ગામના બાધા કરી પરત ફરતા પરિવારની મોટરસાઈકલ આગળ કૂતરું આવી જતા બાઈક.પર સવાર ત્રણેયને ઈજાઓ થઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર નાંદોદ તાલુકાના જુનાવદ ગામના કરૂણા સંજયભાઈ તડવીએ પોલીસમાં જાણ કર્યા મુજબ તેઓ તથા તેમના પતિ સંજય ચંપકભાઈ તથા દીકરા પ્રિન્સ આમ ત્રણેય બિલઠાણા ગામ ખાતે આઠમમાં બાધા કરવા માટે ગયેલ અને ત્યાંથી પરત ફરતા હતા. તે દરમ્યાન નવાપુરા પેટ્રોલ પંપથી આગળ હાઈવે રોડ ઉપર અચાનક કુતરુ તેમની બાઈકની આગળ આવી જતા બ્રેક મારતા મોટર સાયકલ સાથે તમામ નીચે પડી ગયેલ જેમાં સંજયભાઈને કપાળના ભાગે ગંભીર ઈજા થયેલ છે. કરુણા બેનને માથાના પાછળના ભાગે સામાન્ય ઈજા થયેલ છે તથા દીકરા પ્રિન્સને જમણા હાથે કાંડાના ભાગે ઈજા થઈ હતી. રાજપીપળા નવાપરા ભટ્ટ શેરી પાસે આવેલા મકાનમાંથી 63 હજારના મુદ્દામાલની ચોરી
રાજપીપળા શહેરના નવાપરા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી ચોરી થતાં મકાન માલિકે અજાણ્યા ચોર વિરૂદ્ધ ફરિયાદ આપી છે. કોઈ અજાણ્યો ચોર ઘરની છતના દરવાજાને ખોલી મકાનમાં ઘૂસી તિજોરી માંથી સોનાની માળા સહિત અન્ય વસ્તુઓ ચોરી કરી ગયો. પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળાનાં નવાપરા જયકુમાર અતુલકુમાર શાહએ આપેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના નાની અનિલાબેનના મકાનમા ગતરોજ આશરે બેથી સવા ત્રણ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ચોર ઈસમે ઘરની ઉપર છતના દરવાજાને ખોલી મકાનમા અપ પ્રવેશ કરી તેમના નાનીએ તિજોરીમાં મુકેલ તુલસીના પારાવાળી સોનાની માળા 50 હજાર તથા તિજોરીમાં મુકેલ રોકડા 2 હજાર 450 તથા ખાટલા ઉપર મુકેલ એક રિયલમી કંપનીનો મોબાઈલ જેની આશરે 10 હજાર તથા એક નોકીયા કંપનીનો સાદો મોબાઈલ જેની 1 હજાર મળી કુલ 63 હજાર 450ની ચોરી કરી લઇ જતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વડોદરાથી રાજપીપળા આવતા યુવાનને રસ્તામાં અચનાક શ્વાસ લેવામાં તફલીક થતાં મોત નીપજ્યું
નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા પાસેના વડીયાની રોયલ સન સિટીમાં રહેતા યુવાનનું અચાનક મોત નિપજતા પરિવારમાં માતમ છવાયું છે. મળતી માહિતી અનુસાર રાજપીપળાની રોયલ સન સિટીમાં રહેતા શીતલ કમલેશભાઈ માછીએ પોલીસમાં જાણ કર્યા મુજબ તેમના પતિ કમલેશ બાલુભાઈ માછીના વડોદરાથી રાજપીપળા આવતા હતા. ત્યારે રસ્તામાં અચનાક શ્વાસ લેવામાં તફલીક થતા રાજપીપળા સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે ફરજ પરના ડોકટરે સારવાર કરતા મૃત જાહેર કર્યા હતા. આમ અચાનક યુવાનનું મોત થતાં માછી સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે, રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.