આજે સિટી વિસ્તારમાં આવેલી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કોર્ટ નંબર 28માં એક સાક્ષીએ એક વકીલને લાફો મારવાની ઘટના બની હતી. જેમાં વકીલ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હોદ્દેદાર અનિલ કેલાએ જણાવ્યું હતું કે, આ અંગે બાર કાઉન્સિલ CM સમક્ષ રજૂઆત કરવાનું છે. વકીલોની સુરક્ષા માટે કાયદો બને તે અંગે પણ રજૂઆત કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ ગુજરાતના બાર કાઉન્સિલના પ્રમુખ જે.જે પટેલે પણ મીડિયાને જણાવ્યું હતું કે, જે પ્રમાણે પોલીસ અને વહીવટી અધિકારીઓ વકીલો વિશે અયોગ્ય શબ્દો વાપરે છે, તેમજ તેમની સાથે અયોગ્ય વર્તન કરે છે. તે સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવશે. અગાઉ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટના અંગે તેઓ ગુજરાત હાઇકોર્ટમાં અરજી પણ દાખલ કરી શકે છે. તેમને જણાવ્યું હતું કે દેશમાં એડવોકેટ પ્રોટેકશન એક્ટર જરૂર છે. સારા સમાજ માટે ધર્મનિરપેક્ષતા હોવી જરૂરી
હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં રાજકીય નેતાઓ જે રીતે કોમી વૈમનસ્ય ફેલાય તેવા ભાષણો આપી રહ્યા છે. તેમની વિરુદ્ધ બોલવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓમાં હેટ સ્પીચ અંગે સ્પષ્ટ અને કડક પગલાની જોગવાઈ છે. પણ શા માટે હાઇકોર્ટ આ પગલાં લેતા પાછી પાની કરે છે તે ખબર પડતી નથી! સારા સમાજ માટે ધર્મનિરપેક્ષતા હોવી જરૂરી છે. સામાન્ય રીતે ભૂતકાળમાં અધિકારીઓ સામે પગલાં લેવાયા હોવાના દાખલા મળે છે, પરંતુ મંત્રીઓ સામે પગલાં લેવાયા હોય તેવું દેખાતું નથી.