બોટાદ તાલુકા સેવાસદન ખાતે રેશનકાર્ડમાં કેવાયસી માટે સવારથી લોકોની ભીડ જામી છે અને લાઈનો જોવા મળે છે. છેલ્લા બબ્બે દિવસોથી લોકો કેવાયસી માટે ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ કેવાયસી થતું ન હોવાના લોકો આક્ષેપો કરી રહ્યા છે. તો બીજી તરફ બોટાદ શહેરમાંઅલગ અલગ જગ્યાએ કેવાયસીની કામગીરી ચાલી રહી છે. તો એક જ સ્થળે ભીડ ન કરવા તેમજ સહકાર આપવા મામલતદારે અપીલ કરી હતી. સરકાર દ્વારા રેશનકાર્ડ સાથે કેવાયસી અપડેટ કરાવવા ફરજીયાત કરેલ છે અને 30 નવેમ્બર છેલ્લી તારીખ નક્કી કરેલ જેથી કેવાયસી અપડેટ કરાવવા માટે લોકોની ભીડ જામે છે. બોટાદના પાળીયાદ રોડપર આવેલ તાલુકા સેવાસદન ખાતે સવારથી જ રેશનકાર્ડમાં કેવાયસી અપડેટ કરાવવા માટે લાઈનો લાગી છે. તાલુકા સેવાસદન ખાતે લોકો છેલ્લા બબ્બે દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ કેવાયસી અપડેટ થતું ન હોવાના લોકો આક્ષેપો કરી રહ્યા છે અને કેવાયસી માટે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે તત્ર દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવે તેવું લોકો જણાવી રહ્યા છે. રેશનકાર્ડ માટે કેવાયસી અપડેટ ફરજીયાત કરાયું છે જેની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. તેમજ બોટાદ શહેરમાં તાલુકા સેવાસદન, નગરપાલીકા કચેરી, રેશનીંગ ના વેપારીઓ સહિત અલગ અલગ સ્થળોએ કેવાયસીની કામગીરી ચાલી રહી છે. તો લોકોએ કોઈ એક જ સ્થળે ભીડ ન કરવા તેમજ લોકોએ સહકાર આપવા બોટાદ મામલતદાર એસ.આર પરમારે અપીલ કરી હતી.