ઝાલોદ વિધાનસભા મતક્ષેત્રનો સ્નેહમિલન કાર્યક્રમ ગોવિંદ ગુરુની સમાધિ સ્થળ કંબોઈ ખાતે યોજાયો હતો જેમા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઝાલોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઝાલોદ વિધાનસભા મતવિસ્તારનો સ્નેહમિલન કાર્યક્રમ ઝાલોદ તાલુકાના કંબોઈ ગામે આવેલા ગોવિંદ ગુરુ ધામ ખાતે યોજાયો હતો, સ્નેહમિલન કાર્યક્રમમા આદિજાતિ અને શિક્ષણ મંત્રી ડૉ.કુબેર ડિડોર, પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદના સાંસદ જસવંતસિંહ, ધારાસભ્ય મહેશ ભુરીયા સહિત જીલ્લા ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઝાલોદ મતવિસ્તારના સ્નેહમિલન કાર્યક્રમમા ઝાલોદ મતવિસ્તારના ધારાસભ્ય મહેશ ભુરીયાએ કાર્યકર્તાઓને સંબંધોન કરતા જણાવ્યુ હતુ કે, ગુજરાતમા ત્રણ દાયકાથી વધુના સમયથી ભાજપની સરકાર ચાલી રહી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામા આવેલી વિકાસ યાત્રા સતત ચાલી રહી છે, દાહોદ જીલ્લાના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત કામ કરી રહી છે, દેશ અને ગુજરાતમા મજબુત સરકાર બનાવવામા ભાજપ દરેક કાર્યકર્તાઓની મહેનત છે, અને ભાજપના કાર્યકર્તાઓની લગન અને મહેનતના કારણે ઝાલોદ વિધાનસભા બેઠક પર જંગી બહુમતિથી વિજય થયો છે, જે બદલ ધારાસભ્ય મહેશ ભુરીયાએ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો, આવનાર સમયમા પાર્ટી અને દેશના વિકાસમા સહભાગી બનવા અને નૂતન વર્ષમા તમામ કાર્યકર્તાઓનુ સ્વાસ્થ્ય જળવાય અને ખુબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. ઝાલોદ ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં દાહોદ જીલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઈ આંબલીયાર મહામંત્રી સ્નેહલ ધરીયા, ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ શિતલકુમારી વાઘેલા સહિત મોટી સંખ્યામા કાર્યકર્તાઓ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.