ભાવનગર શહેર અને જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનઓ ના વેળાવદર ભાલ, પાલીતાણા ટાઉન તથા ગંગાજળીયા પોલીસ મથકના જુદા-જુદા શહેર અને ગામોમાંથી કુલ 18 જુગારના શોખીનો પોલીસની ઝપટે ચડી ગયા છે, આ જુગારીઓ પાસેથી 42,220ની રોકડ રકમ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લાઈટના અંજવાળે જુગાર રમતા હતા
વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન નો સ્ટાફ મોડીરાત્રે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, અધેળાઇ ચોક પાસે આવેલ અર્જુન હોટલ ની પાછળ બાવળની કાટમાં લાઈટના અંજવાળે જાહેર જગ્યામાં અમુક માણસો લાઈટ ના અંજવાળે ગંજી પત્તા ના પાનાવતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમે છે જે જગ્યાએ પોલીસે રેડ કરતા 7 શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે એક મહિલા રાત્રિના સમય હોવાથી અટક કરેલ નથી, જેમાં વિજય ચીમનભાઈ ચાવડા ઉં.વ.35, વિજય ગોરધનભાઈ ડુમાદિયા ઉં.વ.45, રાજેન્દ્રસિંહ નિરુભા ચુડાસમા ઉ.વ.51, વિઠ્ઠલ બોઘાભાઈ ચૌહાણ ઉ.વ.45, ઘનશ્યામ ગભરૂભાઈ મકવાણા ઉ.વ.36, સંજય ભાવાભાઈ વેગડ ઉ.વ.34 તથા ગિરિરાજસિંહ અજીતસિંહ ગોહિલ ઉ.વ.47 સાત શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે ફરજાના ઉર્ફે ફરૂ બરકતભાઈ ભીમડીયા ઉ.વ.35 મહિલા ને રાત્રીનો સમય હોવાથી અટક કરી ન હતી, ઝડપાયેલા શખ્સો પાસેથી જુગારના પટમાંથી રોકડા રૂપિયા 27,500 નો મુદ્દામાલ ઝડપી લઇ તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સ્ટેશનની સામે આવેલ મકાનની પાછળ સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા હતા
પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન વરૂડી ડેરી પાસે આવતા ખાનગી રહે બાતમી મળી હતી કે, હાથીયાધાર ટાઉન પોલીસ સ્ટેશન સામે રહેતા સલીમ ઉર્ફે જમુ રહેમાનભાઈ કુરેશીના મકાનની પાછળ શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ખુલ્લામાં અમુક ઈસમો ગોળ કુંડાળુ વાળી પૈસાને પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમે છે જે જગ્યાએ રેડ કરતા ચાર શખ્સો ઝડપાયા હતા, જેમાં સલીમ ઉર્ફે જમુ રહેમાનભાઈ કુરેશી ઉ.મ.50, હરદેવસિંહ ચંદુભા સરવૈયા ઉ.મ.45, ધીરુ જાદવભાઈ નૈયા ઉ.મ.45 તથા જયપાલસિંહ ભુપેન્દ્રસિંહ સરવૈયા ઉ.મ.40 રહે.તમામ પાલીતાણા વાળાઓને ઝડપી લીધા હતા. જુગારના પટમાં રોકડા રૂપિયા 2970 તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ ચારેય વિરુદ્ધ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મંદિર બહાર જાહેર રોડ પર જુગાર રમતા હતા
ગંગાજળિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કરચલીયા પરા વિસ્તારમાં આવેલ રૂખડિયા હનુમાનજી મંદિર સામે કોળી જ્ઞાતિની વાડી પાસે મંદિર બહાર જાહેર રોડ ઉપર સ્ટ્રીટ લાઈટના અજવાળે અમુક ઈસમો પૈસાને પાના વતી જુગાર રમે છે જે જગ્યાએ રેડ કરતા 6 શખ્સો ઝડપાયા હતા. જેમાં જેન્તી કેશુભાઈ વાઘેલા ઉ.મ.53, ધીરુ ઉર્ફે પકા ભુપતભાઈ ચૌહાણ ઉ.મ.49, ઘનશ્યામ ઉર્ફ ઘનો બચુભાઈ ગોહેલ ઉ.મ.44, વિપુલ શંકરભાઈ યાદવ ઉ.મ.34, કિશોર બુધાભાઈ વાઘેલા ઉ.મ.40 તથા રાજેશ ઉર્ફે બોખી કાળુભાઈ મકવાણા ઉ.મ.53 રહે.તમામ ભાવનગર વાળાઓને ઝડપી લીધા હતા. જુગારના પટમાંથી રોકડા રૂપિયા 11,750 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ જુગારધારા ની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.