દેશમાં બે-તૃતિયાંશ લોકો આજે પણ માને છે કે વીઆઈપી કલ્ચરનો પ્રભાવ હજુ પણ છે. માત્ર 35 ટકા લોકોનો મત છે કે 3 વર્ષમાં તેમાં ઘટાડો આવ્યો છે. સૌથી વધુ વીઆઈપી કલ્ચરનો દુરુપયોગ સરકારી ઑફિસોમાં થાય છે તેવું 83 ટકા લોકોનું માનવું છે. ધાર્મિક સ્થળે સત્તાનો દુરુપયોગ થવાનો મત 73 ટકા ધરાવે છે. 25 લોકોએ મત વ્યક્ત કર્યો કે હૉસ્પિટલોમાં પણ વીઆઈપી પાવરનો દુરુપયોગ થાય છે. લોકલસર્કલ્સ દ્વારા દેશના 362 જિલ્લામાં વસતા 40 હજારથી વધુ લોકોના સરવેમાં આ વિગતો સામે આવી છે. રિપોર્ટ મુજબ, રોડથી પ્રવાસ કરનારા 91 ટકા લોકો એવું માને છે કે તેમને વીઆઈપી કલ્ચરની અસર અનુભવાઈ. હવાઈ મુસાફરી કરનારાઓમાં 70 ટકા અને ટ્રેનથી મુસાફરી કરનારા 57 ટકા પ્રવાસીઓને કહ્યું કે વીઆઈપી કલ્ચર છે. સ્કૂલ એડ્મિશન પણ સત્તાનો દુરુપયોગ
22 ટકાએ કહ્યું કે સ્કૂલ એડમિશન, સરકારી મંજૂરી માટે લાંચ કે પૈસા લેવામાં સામેલ હોય છે. 26 ટકાના મતે વીઆઈપી ફંડની ગેરરીતિ કરવા એનજીઓ ખોલે છે.