back to top
Homeબિઝનેસમધ્ય પૂર્વમાં ભૌગોલિક-રાજકીય તણાવને કારણે ભાવમાં ભડકો:ભારતમાં સોનું ઓમાન, યુએઈ, કતાર અને...

મધ્ય પૂર્વમાં ભૌગોલિક-રાજકીય તણાવને કારણે ભાવમાં ભડકો:ભારતમાં સોનું ઓમાન, યુએઈ, કતાર અને સિંગાપુર કરતાં 4 ટકા સસ્તું થયું

લોકો મધ્ય પૂર્વના દેશોમાં ડ્યુટી-ફ્રી દુકાનોમાંથી સોનું અને કિંમતી ઝવેરાત ખરીદવાનું પસંદ કરે છે. પરંતુ હવે કદાચ તેઓ ભારતીય સ્ટોર્સમાંથી સોનું ખરીદવા માટે પૈસા બચાવી શકે છે. કારણ એ છે કે ઓમાન, યુએઈ, કતાર અને સિંગાપુર જેવા દેશોની સરખામણીએ ભારતમાં સોનું હવે 4% સસ્તું થઈ ગયું છે. તાજેતરના સમયમાં સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્થાનિક બુલિયન માર્કેટમાં 24 કૅરેટ સોનાની કિંમત 30 ઓક્ટોબરે રૂ. 79,581 પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે હતી. છેલ્લા 18 દિવસમાં તે રૂ. 5,842 (7.34%) ઘટીને રૂ. 73,739 પ્રતિ 10 ગ્રામ થઈ ગઇ છે. બીજી તરફ ઓમાનમાં 24 કૅરેટ સોનાની કિંમત રૂ.75,763, યુએઈમાં રૂ.76,204, કતારમાં રૂ.76,293 અને સિંગાપુરમાં રૂ. 76,805 પ્રતિ 10 ગ્રામ છે. વાસ્તવમાં મધ્ય પૂર્વમાં ભૌગોલિક રાજકીય તણાવને કારણે સોનાના ભાવ વધી રહ્યા છે. યુદ્ધ કે અનિશ્ચિતતા વચ્ચે સુરક્ષિત રોકાણ માટે સોના અને ચાંદીની માગ વધી રહી છે. જેના કારણે ભાવમાં વધારો થયો છે. બીજી તરફ ભારતીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં ભાવ વધવાની આશા ઓછી સોનાના ભાવમાં હજુ પણ ઘટાડો થવાની શક્યતા છે. નિષ્ણાતોના મતે ડૉલરની મજબૂતી અને અમેરિકામાં વધતી મોંઘવારીના કારણે હાલ સોનાના ભાવમાં ઘટાડો ચાલુ રહેશે. એલકેપી સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ (કોમોડિટી અને કરન્સી) જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ‘યુએસમાં રિટેલ ફુગાવો ઓક્ટોબરમાં 2.6% હતો. તેનાથી વ્યાજદરમાં ઘટાડા પર બ્રેક લાગી શકે છે. તેનાથી ડૉલર મજબૂત થશે અને સોનાની કિંમતમાં ઘટાડો થશે.’ વિશ્વની 6 મુખ્ય કરન્સી સામે ડૉલરની મજબૂતાઈ પર નજર રાખતો ડૉલર ઇન્ડેક્સ 106.86ની એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments