મોરવા હડફ તાલુકાના સંતરોડ ઓવર બ્રીજ પાસેથી મમરાની આડમાં વિદેશી દારૂનો જથ્થો પસાર થઈ રહ્યો છે, જે ચોક્કસ બાતમી એલસીબી શાખાની ટીમને મળી હતી. એલસીબી શાખાની ટીમે બાતમીના આધારે મમરાની આડમાં લઈ જવામાં આવી રહેલા વિદેશી દારૂના જથ્થા સાથે ચાર આંતર રાજ્ય દારૂના ખેપીયાઓની અટકાયત કરી રૂ. 39,11,810/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ ગોધરા શહેરમાં પણ વિદેશી શરાબનો વપેલો કરનાર બુટલેગરો બેફામ બન્યા છે અને ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે ગોધરા એલસીબી શાખાની ટીમ ગોધરા શહેરમાં આવી રીતે બિન્દાસપણે વિદેશી દારૂની હોમ ડિલિવરી અને ખુલ્લેઆમ દારૂ વેચનાર બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તે માટે સ્થાનિક લોકો માગ કરી રહ્યા છે. કારણકે ગોધરા શહેરના એક ચોક્કસ વિસ્તારમાં એક જ જગ્યા ઉપર વિદેશી દારૂનો ધંધો કરનાર બે બુટલેગરથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે આવા બુટલેગરો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે આવશ્યક બની ગયું છે. પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા માટે જરૂરી સુચના અને માર્ગદર્શન એલસીબી શાખાના પીઆઈ એન.એલ.દેસાઈ આપવમાં આવી હતી. જે સૂચનાના આધારે એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખવામાં આવી હતી. ત્યારે એલસીબી શાખાના એ એસ આઈ દિગપાલસિંહ દશરથસિંહને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે, એક આઈસર ગાડી નં. એમ.એચ. 18 બી.જી. 7009માં મમરાની બેગોની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે, જે આઇસર ગાડી સંતરોડ ઓવર બ્રીજના બમ્પ પાસે બગડી છે. આ આઇસર ગાડીનુ પાઇલોટીંગ કરનાર ઇન્ડીકા વીસ્ટા કાર નંબર એમ.એચ. 17 એ.જે. 1946નો ચાલક ક્રેનની શોધખોળ કરી રહ્યો છે. જે ચોક્કસ બાતમી આધારે એલસીબી પીએસઆઇ આર.એન.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે સંતરોડ ઓવરબ્રીજ પાસે ખાનગી વોચ રાખી તપાસ કરી બાતમી મુજબની આઈસર ગાડી સાથે ત્રણ ઇસમનો તથા પાઇલોટીંગવાળી ઇન્ડીકા વીસ્ટા કાર સાથે પાઇલોટને પકડી પાડી આઈસર ગાડીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબી શાખાની ટીમે વિદેશી દારૂનો જથ્થા સાથે ચાર આંતર રાજ્ય દારૂના ખેપીયાઓની અટકાયત કરી રૂ. 39,11,810/- ના મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓનું નામ
(1) શૈલેષ યશવંત ઠગેલે (રહે. 379 રૂકમણી નગર, છોટા બાગડદા એરપોર્ટ રોડ ઇન્દોર, તા.ઇન્દોર, જિ.ઇન્દોર, રાજ્ય મધ્યપ્રદેશ)
(2) સંજય ગજાનંદ રાવ (રહે. 151 વૈશાલી નગર, અન્નપૂર્ણા મંદિર પાસે ઇન્દોર, તા.ઇન્દોર જિ.ઇન્દોર, રાજ્ય મધ્યપ્રદેશ)
(3) અવતારસીંગ કરતારસીંગ યાદવ (રહે. 108 સી.એસ.-1 સ્કીમ નં. 78 વિજયનગર ઇન્દોર, તા.ઇન્દોર, જિ.ઇન્દોર, રાજ્ય મધ્યપ્રદેશ)
(4) શરદ પ્રભાકર કેલકર (રહે. એ-51,એમ.આઈ. ડી.સી. શ્રીરામપુર તા, શ્રીરામપુર જિ. અહેમદનગર, રાજ્ય મહારાષ્ટ્ર)