અમદાવાદ સિટી સિવિલ કોર્ટે કારંજ પોલીસ મથકે કરેલી ફરિયાદ સંદર્ભે નકલી જજ મોરિસ ક્રિશ્ચનને 5 દિવસના રિમાન્ડ માટે અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. મોરિસ ક્રિશ્ચને કરોડોની સરકારી જમીનના કેસમાં એક ઊભા કરાયેલા અરજદાર વિન્સેટના પક્ષમાં એવોર્ડ પસાર કર્યો હતો. સરકારી વકીલે રિમાન્ડ માંગતા મુદ્દા રજૂ કર્યા હતા કે, જે એવોર્ડ પસાર કરાયો તે જમીનની માલિકી અમદાવાદ મહાનગર કોર્પોરેશનની હતી. ખોટી રીતે આરોપીએ લવાદે બનીને એવોર્ડ પસાર કર્યો હતો. આ એવોર્ડ ક્યાંથી અને કેવી રીતે પસાર કર્યો તેની તપાસ કરવાની છે. આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સંકળાયેલું છે, તે જાણવાનું છે. આવા અન્ય કેટલા એવોર્ડ પસાર કર્યા તે જાણવાનું છે. આરોપીએ પોતાના નામે કોઈ મિલકત વસાવી છે કે કેમ તેની તપાસ કરવાની છે. આરોપી સાથે અન્ય કોણ વ્યક્તિઓ સંકળાયેલા
આરોપી તપાસમાં હકીકત જણાવતો નથી. આરોપી સાથે અન્ય કોણ વ્યક્તિઓ સંકળાયેલા છે તે જાણવાનું છે. કેટલા ખોટા એવોર્ડ કર્યા છે. આરોપી પાસે મર્સિડીઝ ગાડી વ્હે, જેને ગુનામાં વાપરેલી છે તેને કબજે લેવાની છે. આરોપીના વકીલે રિમાન્ડ અરજી વિરુદ્ધ દલીલ કરી હતી કે, આરોપીને એડવોકેટ એસ.વી. રાવલે વિન્સેન્ટ કાર્પેન્ટર સાથે મળાવેલા જે વકીલ મૃત્યુ પામ્યા છે. જમીન ઉપર દાવો કરનાર વ્યક્તિએ કાગળિયા આધારિત દાવો કર્યો હતો. આગળના કેસમાં રિમાન્ડમાં જે તપાસ કરાઈ તે પણ ધૂંધળી છે. જો રિમાન્ડ આપે તો મીનીમમ દિવસના રિમાન્ડ અપાય. જેથી કોર્ટે આરોપીના 21 તારીખ બપોરના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કેસમાં નકલી જજ મોરિસનું લેપટોપ ગાયબ કરનાર આરોપી દિલીપસિંહ રાઠોડના જામીન પણ ફગવવામાં આવ્યા હતા.