back to top
Homeદુનિયારશિયા-યુક્રેન યુદ્ધના 1000 દિવસ:યુક્રેનના પાવર ગ્રિડ પર રશિયાની સૌથી મોટી સ્ટ્રાઈક, 30...

રશિયા-યુક્રેન યુદ્ધના 1000 દિવસ:યુક્રેનના પાવર ગ્રિડ પર રશિયાની સૌથી મોટી સ્ટ્રાઈક, 30 લાખ લોકો અંધારામાં

યુક્રેન પર રશિયાના હુમલાને મંગળવારે એક હજાર દિવસ પૂરા થશે. 24 ફેબ્રુઆરી 2022ના રોજ, જ્યારે રશિયન આર્મી ટેન્ક યુક્રેનની સરહદમાં પ્રવેશી, ત્યારે એવું લાગતું હતું કે યુક્રેન લાંબો સમય નહીં ટકે, હાર માની લેશે. પરંતુ છેલ્લા સાડા ત્રણ વર્ષથી યુક્રેનની સેના રશિયન સેનાનો સામનો કરી રહી છે, સાથે રશિયાના કુર્સ્ક પ્રદેશ પર હુમલો કરી કબજો પણ કર્યો છે. આ દરમિયાન રવિવારે રશિયાએ યુક્રેનના પાવર ગ્રિડ પર સૌથી મોટો હુમલો કર્યો હતો. યુક્રેનમાં શિયાળાની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે આ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેન મુજબ, રશિયાએ 120 મિસાઈલ અને 90 ડ્રોનથી હુમલો કર્યો છે, આ હુમલાને કારણે રાજધાની કિવ સહિત અનેક પ્રાંતોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. કિવમાં 30 લાખથી વધુ લોકો અંધારામાં રહેવા મજબૂર છે. અડધું વીજળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધ્વસ્ત, હવે માત્ર બંકરો જ સહારો
યુક્રેનને શિયાળાના ટાણે જ વીજળીથી વંચિત રાખવા માટે રશિયાએ પાવર ગ્રિડને નિશાન બનાવ્યું છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાએ યુક્રેનના વીજળી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અડધા ભાગને ધ્વસ્ત કર્યો છે. પાવર ગ્રિડના ફરી બહાલી માટે પશ્ચિમી દેશોને મદદ માટે અપીલ કરાઈ છે. યુક્રેનમાં શિયાળો નજીક આવી રહ્યો છે અને દેશ પહેલેથી જ વીજળીની મોટી તંગીથી પીડાઈ રહ્યો છે. સેંકડો યુક્રેનિયનોએ મેટ્રો સ્ટેશનોમાં બનેલા બંકરોમાં આશ્રય લીધો છે. યુક્રેન યુદ્ધના અંત માટે ટ્રમ્પના પ્લાનની રાહ
રશિયા-યુક્રેનના યુદ્ધ પર કોઈ પણ પક્ષ વાતચીત કરવા માટે તૈયાર નથી. અમેરિકી પ્રમુખપદની ચૂંટણી જીતનાર ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં યુદ્ધનો અંત લાવશે, જોકે તે સ્પષ્ટ નથી કે તેઓ કેવી રીતે અને કયા પક્ષમાં નરમ વલણ દાખવશે. સ્કોટલેન્ડની સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સિટીમાં વ્યૂહાત્મક નીતિના પ્રોફેસર ફિલિપ્સ ઓ’બ્રાયનનું કહેવું છે કે પૂર્વીય યુક્રેનમાં રશિયાની વ્યૂહરચના આગળ વધી રહી છે. ટ્રમ્પ યુક્રેનને શસ્ત્ર સપ્લાય અટકાવીને યુદ્ધનો અંત લાવવાનો પ્રયાસ કરી શકે છે. જો ટ્રમ્પ યુક્રેનને આપવામાં આવતી સહાયમાં ઘટાડો કરે છે અને યુદ્ધવિરામથી સંઘર્ષ અટકે છે, તો રશિયા પણ પીછેહઠ કરી શકે છે. પરંતું રશિયા ભવિષ્યમાં ફરીથી હુમલા ન કરે તેની બાંહેધરી પણ આપાવી પડશે. પાડોશી દેશ એલર્ટ: પોલેન્ડ-નાટોએ સુરક્ષા માટે ફાઈટર મોકલ્યાં

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments