back to top
Homeગુજરાતરાજકોટમાં રોગચાળો વકર્યો:મનપાનાં ચોપડે ડેન્ગ્યુનાં વધુ 12 કેસ નોંધાયા, મેલેરિયા-ચિકનગુનિયા સહિત વિવિધ...

રાજકોટમાં રોગચાળો વકર્યો:મનપાનાં ચોપડે ડેન્ગ્યુનાં વધુ 12 કેસ નોંધાયા, મેલેરિયા-ચિકનગુનિયા સહિત વિવિધ રોગોનાં 2082 કેસ, ફોગીંગ સહિતની કામગીરી ઝડપી કરાઈ

રાજકોટમાં તહેવારો બાદ મિશ્રઋતુને કારણે રોગચાળો વકરી રહ્યો છે. ડેન્ગ્યુ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગ મનપાનાં અથાગ પ્રયાસો છતાં સંપૂર્ણપણે કાબૂમાં આવી રહ્યા નથી. જેમાં શહેરમાં છેલ્લા બે માસથી ડેન્ગ્યુનાં કેસો સતત વધી રહ્યા છે ત્યારે ચાલુ અઠવાડિયે વધુ 12 ડેન્ગ્યુનાં કેસો સામે આવ્યા છે. આ ઉપરાંત મેલેરિયા તાવનાં 2 અને ચિકનગુનિયાનાં 2 દર્દીઓ સામે આવ્યા છે અને વિવિધ રોગોના 2082 કેસ નોંધાયા છે. જેમાં શરદી- ઉધરસનાં સૌથી વધુ 1038 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે અને શહેરમાં ફોગીંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે. જોકે, ખાનગી ક્લિનિકોને ધ્યાનમાં રાખીએ તો કુલ દર્દીનો આંકડો 5 ગણો એટલે કે 10,000થી વધુ હોવાની શક્યતા છે. જુદા-જુદા રોગોના 2082 કેસો નોંધાયા હતા
પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા એકાદ અઠવાડિયાથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 2082 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં 1038 કેસ, ઝાડા-ઉલટીનાં 171, સામાન્ય તાવનાં 857 કેસ નોંધાયા છે. આ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 12 કેસ નોંધાયા હતા. એટલું જ નહીં મેલેરિયા તાવ અને ચિકનગુનિયાનાં 2-2 કેસ પણ નોંધાયા છે. ડૉક્ટરની સલાહ મુજબ દવા કરવી
​​​​​​​મનપાનાં આરોગ્ય અધિકારી ડોકટર જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ હાલ મિશ્રઋતુને લઈ ખાસ વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો નોંધાયો છે ત્યારે લોકોએ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવાની સાથે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ અને સામાન્ય સૂકી ઉધરસ માટે હળદરનો ઉપયોગ કરવો એ હિતાવહ છે. આ ઉપરાંત જો કોઈપણ પ્રકારે તબિયત વધુ લથડતી લાગે તો તરત જ મનપાનાં આરોગ્ય કેન્દ્રો અથવા સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડૉક્ટર્સની સલાહ લઈ તે મુજબની દવા કરવી જરૂરી છે. 3,231 ઘરોમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી
​​​​​​​પરિવારમાં કોઈ એક વ્યક્તિ બીમાર હોય તો અન્ય તેની સાથે અન્ય લોકો માસ્કનો ઉપયોગ કરે તે જરૂરી છે. જોકે, રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટીયર્સ દ્વારા તા. 11 નવેમ્બરથી તા. 17 નવેમ્બર વચ્ચે 71,852 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. અને 3,231 ઘરોમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી છે. કુલ 177 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી
​​​​​​​સામાન્ય રીતે મચ્છરની ઘનતા વધુ હોય એવા વિસ્તારમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. જેમાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત કુલ 483 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંકમાં 431 તો કોર્મશીયલમાં કુલ 177 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી. તેમજ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. જોકે આ રોગચાળો અટકાવવા માટે મચ્છરની ઉત્પત્તિ રોકવામાં લોકો પણ પ્રયાસ કરે તે જરૂરી હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments