ગુજરાતની દીકરી પણ હવે દરેક ક્ષેત્રે પાતોનું યોગદાન આપી રહી છે. તેમાં લશ્કરી સેવા પણ હવે આબાદ નથી. લશ્કરી સેવામાં પણ જોડાઈ દેશ સેવા માટે આગળ આવી રહી છે. ત્યારે વિસનગર તાલુકાના નાનકડા ગામ રામપુરાની દીકરી મોનિકા પરમાર કે જેણે નર્સિંગનો અભ્યાસ પુર્ણ કરી રાજસ્થાન ખાતે યોજાયેલી લશ્કરી ભરતીમાં 27-10-23 રોજ જોડાઈ હતી. ત્યારબાદ પંજાબ ખાતે 44 અઠવાડિયાની તાલીમ પૂર્ણ કરી BSF 146 બટાલિયન પશ્ચિમ બંગાળ ખાતે પોતાની ડ્યુટી જોઈન કરી પોતાના માદરે વતન પરત ફરતા ગામ લોકોએ દીકરીનું ભવ્ય શોભાયાત્રા કાઢી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર માર્ગો પર ડીજે પર વાગ્યા દેશ પ્રેમના ગીતો રેલાતા સમગ્ર ગામ દેશભક્તિનાના રંગે રંગાયું હતું. જ્યારે દીકરી ઘણા લાંબા સમય બાદ ઘરે પરત ફરતા માતા-પિતા તેમજ નજીકના સ્નેહીજનોમાં ભાવુકતાના દ્ર્શ્યો પણ જોવા મળ્યા હતા. ગામના સરપંચ ભરત પટેલના જણાવ્યું કે, આ દીકરી મોનિકા પરમારે દેશની લશ્કરી સેવામાં જોડાઈ ગામનું ગૌરવ વધાર્યું છે અને અમે ગામ લોકોએ પણ આજે એની ભવ્ય શોભાયાત્રા કાઢી દીકરીને અભિનંદન આપી બીજી દીકરીઓ પણ આમાંથી પ્રેરણા લે એવો સંદેશ અપાયો હતો.