back to top
Homeગુજરાતશુકલતીર્થમાં ચારના મોત મામલે ઘેરા પ્રત્યાઘાત:નર્મદા નદીમાં ડ્રેજીંગ મશીનો વડે ગેરકાયદેસર રેતી...

શુકલતીર્થમાં ચારના મોત મામલે ઘેરા પ્રત્યાઘાત:નર્મદા નદીમાં ડ્રેજીંગ મશીનો વડે ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપો, સાંસદ સહિતનાઓએ સીએમને પત્ર લખ્યો

ભરૂચમાં શુક્લતીર્થના ભાતીગળ મેળામાં દેવ દિવાળીના દિવસે શુકલતીર્થ ખાતે વિધિ કરવા ગયેલા પિતા-પુત્ર સાથે ત્રણ લોકો ડૂબી જવાથી મોત નિપજતાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ મામલે જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી તેમજ મૃતકોના પરિજનોને વળતર ચૂકવાય તે માટે માછીમાર સમાજ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ સાથે સાંસદ મનસુખ વસાવાએ પણ અધિકારીઓ પર આક્ષેપો કરી મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. એક બીજાને બચાવવા ત્રણ લોકો નદીમાં ડૂબ્યા હતા
ભરૂચના શુકલતીર્થ ભાતીગળ મેળો મહાલવા રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે, ત્યારે દેવ દિવાળીના દિવસે ભરૂચ શહેરના વેજલપુર ખાતે રહેતા વસંત મિસ્ત્રી તેમનો પુત્ર બીનીત અને બે પુત્રીઓ સાથે પત્નીના મૃત્યુને વર્ષ થયું હોય તેની વિધિ કરવા માટે પહોંચ્યા હતા. આ સમયે તેમના વિસ્તારનો નવ વર્ષીય દિશાંત જીતેન્દ્રભાઈ મિસ્ત્રી કોઈ કારણોસર નર્મદા નદીમાં પડી જતાં ડૂબવા લાગ્યો હતો. જેથી તેને બચાવવા માટે વસંત મિસ્ત્રી પણ નદીમાં કુદયા હતા પરંતુ તેઓ પણ ડૂબવા લાગતા તેના પિતાને બચાવવા માટે તેમનો પુત્ર બીનીત પણ કૂદી પડ્યો હતો. જેમાં ત્રણેય નદીના ઊંડા પાણીમાં ગરક થઈ જતા ત્રણેયના મોત નિપજ્યા હતા. ત્રણ જિલ્લાના અધિકારીઓ જવાબદાર હોવાના આક્ષેપ
જેના કારણે વેજલપુર સહિત પરિવારજનો અને માતા-પિતા અને ભાઈ વગર નિરાધાર બનેલી પુત્રીઓના કલ્પાંતથી વાતાવરણ ગમગીન બન્યું હતું. જ્યારે તેના એક દિવસ પહેલા પણ મેળામાં ચકડોળમાં કામગીરી માટે આવેલો સચિન નામનો યુવક પણ નદીમાં ડૂબી જતાં મોતને ભેટ્યો હતો. આ બાબતે અહીંયા ડ્રેજીંગ કરીને ગેરકાયદે કઢાતી રેતીના કારણે ચાર લોકોના મોત નિપજ્યા હોવાના લોકોએ આક્ષેપો કર્યાં છે. આ મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મૃતક પરિવારોના ઘરે મુલાકાત લઈને નિર્દોષ લોકોના નર્મદા નદીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજવાની ઘટના પાછળ ગેરકાયદે રેતી ખનન થતું હોવાથી ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર અને તેના અધિકારીના મેળાપીણામાં કામગીરી થતી હોવાના આક્ષેપ કર્યો હતો. જવાબદારો વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાય બીજી તરફ ભરૂચ માછીમાર સમાજના અગ્રણી એડવોકેટ કમલેશ મઢીવાલાએ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી, રાજ્યના મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓ અને અધિકારીઓને મેઈલ મારફતે ફરિયાદ કરી છે. જેમાં તેમણે શુકલતીર્થ ખાતે નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિથી થયેલા 4 લોકોના મૃત્યુ બાબતે તમામ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. નર્મદા નદી કિનારે વર્ષોથી ડ્રેજીંગ મશીનો વડે ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ ચાલી રહી છે. નદી કાંઠાનો કેટલોક વિસ્તાર સી.આર.ઝેડ.માં આવેલો વિસ્તાર પણ છે. તેમ છતાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની નજર અને રહેમ નજરે વર્ષોથી આ વિસ્તારમાં ગેરકાયદે રેત ખનન થઈ રહ્યું હોવાનો માછીમાર સમાજના અગ્રણી કમલેશ મઢીવાલાએ આક્ષેપ કર્યો છે. નર્મદા નદીના વહેણમાંથી ડ્રેજીંગ મશીનો વડે રેતી ખેંચવાના લીધે નદીના સમગ્ર વિસ્તારમાં ઊંડા-ઊંડા ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયેલું છે. ત્યારે જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી તેમજ મૃતકોના પરિજનોને વળતર ચૂકવાય તે માટે ભરૂચ માછીમાર સમાજ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments