સાહિત્ય પરિષદના કાર્યકર્તાઓ સાથેનો સંવાદ અને સંગઠનની રચના અને સંગઠનની સક્રિયતા વધે તેના માટે સતત પ્રયાસનો કરવા તે સાહિત્ય પરિષદના કાર્યકર્તાઓ માટે મહત્વપૂર્ણ કાર્ય છે. એટલા માટે વખત પ્રદેશના અધિકારીઓ દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં પ્રવાસ થતો હોય છે તે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પ્રદેશના મહામંત્રી ડો. ભરતભાઈ ઠાકોર દ્વારા દ્વિદિવસીય પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં નકળંગ ધામ લુણાલ ખાતે નેમીલાન તથા જિલ્લામાં આવેલા સરહદી સાહિત્ય સભાના સાહિત્યકારો સાથે સંવાદ અને લોક આસ્થા નું કેન્દ્ર એવા રામપુરા જાગીરમઠ ના મહંત ના આશીર્વાદ લઇ અને કાર્યક્રમ સંપન્ન કર્યો હતો