ભારત પરિભ્રમણ કરવા સાઇકલ યાત્રા પર નીકળેલા સોમનાથના તાલાલા બોરવાવ (ગીર)ના સાયકલીસ્ટ વૃક્ષરોપણ,સ્વચ્છ અભિયાન અને ભારત દેશની સંસ્કૃતિ જાગૃત કરવાના નેમ સાથે નિકળ્યો છે.તે આજે ભરૂચના લુવારા ખાતે આવી પહોચતા ભરૂચના સાયકલીસ્ટે સ્વાગત કર્યું હતું. 80 દિવસના પ્રવાસ કરી ભરૂચ આવતા સ્વાગત
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આગવા પ્રયાસો થકી ગુજરાતની સાથે સાથે ભારત દેશને હરિયાળો બનાવવાની જે નેમ છે તેને સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ (ગીર) ગામના નવયુવાન ભાવેશ સોમતભાઈ સાંખટ ખરા અર્થમાં સાકાર કરી રહ્યા છે.ભાવેશ સાંખટે ભારત પરિભ્રમણ કરવા માટે તેમણે બોરવાવ ગામથી સાયકલયાત્રા માટે તા.29 ઓગસ્ટના રોજ પ્રસ્થાન કર્યું છે આજે તેઓ તેમના પ્રસ્થાનના 80 માં દિવસે ભરૂચ આવી પહોંચ્યો હતો. તેનું ભરૂચના સાઈક્લિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કર્યું હતું આગળના પ્રવાસની શુભેચ્છા પાઠવી
ભારત પરિભ્રમણ દરમિયાન વૃક્ષરોપણ, સ્વચ્છ ભારત અભિયાન, પવિત્ર સ્થળે કચરો ન નાખવો અને સંસ્કૃતિ ઉજાગર કરતા સંદેશો લોકોને આપી રહ્યા છે.તેઓ બે વર્ષ સુધી ભારતમાં વિવિધ જગ્યાએ પરિભ્રમણ કરશે આ તકે ભરૂચ આવી પહોંચેલા નવ યુવાનનું ભરૂચ લુવારા ખાતે આવેલા ગુરુદ્વારામાં સાઈક્લિસ્ટ સ્વાગત કરવામાં આવ્યું અને આગળના પ્રવાસ અંગે શુભેચ્છાઓ પાઠવી હતી.