છેલ્લા એક દાયકા કરતાપણ વધુ સમય થી પોતાના સર્વોત્તમ પરિણામ માટે જાણીતી એવી જૂનાગઢની સર્વશ્રેષ્ઠ શાળા આલ્ફા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓએ જૂનાગઢ ઉપરાંત ગુજરાત રાજ્યનુંનામ રોશન કરેલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં જમ્મુ-કાશ્મીર ખાતે સબ-જુનિયર નેશનલ ફેન્સીંગ ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું જેમાં ભારત ના લગભગ તમામ રાજ્યોમાંથી ફેન્સીંગ ના ધુરંધર ખેલાડીઓએ ભાગ લીધો હતો. ફોઈલ ટિમ અને સેબર ટિમ એવી બે પ્રકાર ની કોમ્પિટિશન માં ગુજરાતની ટીમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને આલ્ફા વિદ્યાસંકુલ DLSS – જૂનાગઢ ઉપરાંત ગુજરાત રાજ્યનું નામ રોશન કરેલ છે. જેમાં સબ-જુનિયર (U-14) ભાઈઓ/બહેનોની ફેન્સિગ નેશનલ ચેમ્પિયનશિપમાં ભાઈઓ માં ગુજરાત રાજ્ય ની ફોઇલ ટીમ માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. અને બહેનો મા રાજ્ય ની સેબર ટીમ એ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. આ ટિમ માં આલ્ફા વિદ્યા સંકુલ DLSS શાળાના ખેર વીરેન્દ્ર તથા બેહનોમાં હદિયા વેદિતા, ઝાલા મનાલી , હીરપરા અંજની અને પંપાણીયા મનસ્વીએ મેડલ મેળવી ગુજરાત રાજ્ય, જૂનાગઢ જીલ્લા અને DLSS સ્કૂલ શ્રી આલ્ફા વિદ્યા સંકુલનું નામ રોશન કર્યું છે. આ તકે આલ્ફા વિદ્યા સંકુલ – DLSS ના ડાયરેક્ટર નિલય ભાઈ પટેલ, ઘનશ્યામ ભાઈ પટેલ તથા પ્રતીક ભાઈ પટેલે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.