ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં ભુંભલી ગામ ના સીમાડે વાડી વિસ્તાર સુરકા રોડ પર આવેલ એક વાડીની ઓરડીમાથી કોઈ અજાણ્યા શખ્સો 16 મણ કપાસની ચોરી કરી ફરાર થઈ જતાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં રૂપિયા 24 હજારની કિંમતના કપાસની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. સમગ્ર બનાવ અંગે ઘોઘા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર ગૌશાળામાં રહેતા અને પ્લમ્બિંગના વ્યવસાય સાથે સંકળાયેલા કિશોર ભાયાભાઈ રાઠોડ એ ઘોઘા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ઘોઘા તાલુકાના ભુંભલી ગામ ના સીમાડે વાડી વિસ્તાર સુરકા રોડ પર મારી વાડી આવેલ છે જેમાં ભાગ્યા તરીકે ભાભુલભાઈ હમીરભાઈ કામ કરે છેએનો ફોન મને આવ્યો હતો કે, રૂની ગાંસડીઓ વાડીમાં આવેલ ખુલ્લી ઓરડીમાં મુકેલ હતી અને કુલ સાત રૂની ગાંસડીઓ હતી તેમાંથી ચાર ની ગાંસડીઓ કોઈ ચોરી લઈ ગઈ હોવાનું જણાવ્યું હતું, આજુબાજુ વાડીમાં તપાસ કરતા અમને રૂની ગાંસડીઓ મળેલ નહીં, પરંતુ 16 મણ કપાસનો કોઈ અત્તોપતો ન મળી આવતા કિશોર ભાઈએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ રૂપિયા 24 હજારની કિંમત નો 16 મણ કપાસ ચોરી કરી લય ગયાની ફરિયાદ ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.