પોરબંદર નજીકના આદિતપરા ગામની ખેડૂત પરિવારની દીકરીએ BSFની તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરતા સગર સમાજ અને ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. જેથી નાનું એવું આદિતપરા ગામ દેશ ભક્તિના રંગે રંગાયું હતું. પોરબંદર નજીકના આદિતપરા ગામની જયશ્રી ડાયાભાઇ ગોહેલ નામની યુવતિએ BSFની પરીક્ષા પાસ કરીને પંજાબના ખડક ખાતે 9 માસની કઠોર તાલીમ પૂર્ણ કરી આજે પોતના ગામ પરત ફરી છે. જેથી ગ્રામજનો દ્વારા ઢોલ શરણાઇ સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. તિરંગા અને દેશ ભક્તિના ગીત સાથે ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા. સગર સમાજની વાડી ખાતે જયશ્રીનું પુષ્પોની વર્ષા કરી અને સ્વાગત કરવામાં આવ્યું હતું. જયશ્રીએ ધો. 6થી 12 જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો અને વર્ષ 2023માં બીએસએફની પરીક્ષા પાસ કરી અને જાન્યુઆરી-2024માં પંજાબ ખાતે તાલીમ પૂર્ણ કરી છે તેમને બંગળા ખાતે પોસ્ટીંગ આપવામાં આવ્યુ છે. જયશ્રીના પિતા ડાયાભાઇ પાસે માત્ર બે વિઘા જમીન છે. સાથે તે ટ્રેકટર ચલાવાનો વ્યવસાય કરે છે. સામાન્ય પરિવારની દીકરી દેશ સેવા માટે બીએસએફમાં જોડાય છે. જયશ્રી એ પોતના પિતના ખેતરમાં દોડ અને અન્ય એકસરસાઇઝ કરી અને ફિઝીકલ પરિક્ષા પાસ કરી છે. સન્માન સમારોહ દરમ્યાન જયશ્રીએ માતા-પિતાને BSFની કેપ પહેરવી હતી તે સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.