રાજકોટ TRP ગેમ ઝોનમાં થયેલી આગની ઘટના બાદ રાજ્યના તમામ ગેમ ઝોનને બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી આશરે છ મહિના સુધી રાજ્યના તમામ ગેમ ઝોન અનિશ્ચિત કાળ માટે બંધ કરવામાં આવ્યા હતા, જે હવે તબક્કાવાર નિયમોની કડક અમલવારી સાથે શરૂ થયા છે. વેકેશનના અંતિમ દિવસે બાળકો સાથે મોટેરાઓએ ગેમ ઝોનમાં જઈને મસ્તી કરી હતી, બીજી તરફ ગેમ ઝોનના સંચાલકોએ પણ ધંધાની શુભ શરૂઆત થતાં રાહત અનુભવી છે. નવસારી જિલ્લામાં આવેલા 3 ગેમ ઝોન રાજકોટની ઘટના બાદ બંધ થયા હતા, તંત્ર દ્વારા સેફ્ટીની ચકાસણી કરીને અનિશ્ચિત મુદ્દત માટે તમામ ગેમ ઝોન બંધ કરવાનો નિર્ણય કર્યો હતો, જેને કારણે સંચાલકોને આર્થિક ફટકો પડ્યો હતો, કેટલાક સંચાલકોને ગેમ ઝોન શરૂ થયાના માત્ર અઠવાડિયામાં બંધ કરવાની નોબત આવી હતી, તેમને આ વેપાર નાખવા માટે કરેલું ઇન્વેસ્ટમેન્ટ માટે છેલ્લા છ મહિનાથી રાહ જોવાનો વારો આવ્યો હતો. પરંતુ હવે રાજ્ય સરકારે નિયમોમાં હળવાશ કરતા ગેમ ચલાવવા માટે જરૂરી તમામ સેફટી ગાઈડ લાઇનની સાથે આ વેપાર શરૂ કરવાની પરવાનગી આપી છે. નવસારી શહેરમાં વિશાલ નગર પાસે આવેલા બે જેટલા ગેમ ઝોન મળીને કુલ 3 ગેમ ઝોનની શરૂઆત થતાં બાળકો મોટેરાઓ તેમજ સંચાલકોમાં ખુશી જોવા મળી છે. ગેમ ઝોનમાં રમવા આવેલી કેશા જણાવે છે કે હું આહિયા રમવા આવી છું, સ્કૂલ શરૂ થવા જઈ રહી છે, એટલે મેં આજે ખૂબ મજા કરી છે, મેં અહીં બહુ બધી ગેમ રમી છે જેમાં મને બાઈક રાયડિંગ અને કાર રાયડિંગ કરવામાં ખૂબ જ મજા આવી છે. કલ્પેશ પ્રજાપતિ જણાવે છે કે નવસારી આ ગેમ ઝોન ખૂબ સારું છે. સમગ્ર વેકેશન દરમિયાન તમામ ગેમ ઝોન બંધ રહેતાં બાળકો નાંખુંશ હતાં, પરંતુ હવે ધીરે ધીરે ખુલતા અમે સૌ તેમને અહીં લાવીને અલગ અલગ રમત રમાડી છે, વેકેશનના અંતિમ તબક્કામાં તેઓને અહીં લાવી અમે તેઓને ખૂબ મજા કરાવી છે. ગેમ્સ સંચાલક જીગ્નેશ સાંગાણી જણાવે છે કે અમને ગેમ ઝોન ની શરૂઆત થતા ખૂબ સારું લાગે છે ગવર્મેન્ટ ના નિયમ ની સાથે સાથે તમામ તકેદારી રાખીને અમે આ વ્યવસાય શરૂ કર્યો છે, રાજકોટની દુઃખદ ઘટનાથી અમને ખૂબ જ દુઃખ છે પરંતુ હવે અમે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે, આ છ મહિના દરમિયાન અમે ખૂબ જ આર્થિક સંકટમાંથી પસાર થયા છે. નવસારી અધિક નિવાસી કલેકટર કેતન જોશી જણાવે છે કે રાજકોટ TRP ગેમઝોનની અગ્નિકાંડની ઘટના બાદ સલામતીના ભાગરૂપે રાજ્યની તમામ ગેમ ઝોન બંધ કરવામાં આવી હતી, ગૃહ ગૃહ વિભાગમાંથી જુલાઈમાંથી એક નોટિફિકેશન આપવામાં આવ્યું હતું તેના આધારે તમામ જેમ ઝોન બંધ કરવામાં આવ્યા હતા, ત્યારે ફરિવાર નોટિફિકેશન આવતા શરતોને આધીન સેફટીને ધ્યાનમાં રાખી મંજૂરી આપવામાં આવી છે, નવસારી જિલ્લામાં કુલ 3 સંચાલકોએ અરજી કરવામાં આવી હતી, જેના આધારે ફાયર NOC, વીમો, ફાયર સેફ્ટીના સાધનો, હેલ્થ જમીનના ટાઇટલ,સલામતીના સાધનોને આધારે ગૃહ વિભાગની સૂચના મુજબ આધારે ત્રણ જણાને મંજૂરી આપવામાં આવી છે, લોકોને આનંદ પ્રમોદની સાથે સલામતી પણ મળી રહે તે માટે મંજૂરી આપવામાં આવી છે.